Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

સોનાનો ભાવ દોઢ વર્ષમાં 3000 ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચશે

બેંક ઓફ અમેરિકાએ આજે 'ધ ફેડ કાન્ટ પ્રિન્ટ ગોલ્ડ'નામના અહેવાલમાં આગાહી

નવી દિલ્હી : અમેરિકાની બીજી સૌથી મોટી બેંક બેંક ઓફ અમેરિકાએ આજે ' ફેડ કાન્ટ પ્રિન્ટ ગોલ્ડ'નામનો એક અહેવાલ બહાર પાડ્યો છે. અહેવામાં બેન્કે આગાહી કરી છે કે આગામી ૧૮ મહિનામાં સોનાના ભાવ ૩૦૦૦ ડોલર પ્રતિ ઔંસ થઇ જશે જે વર્તમાન ભાવ કરતા લગભગ ૫૦ ટકા કરતા પણ વધુ છે.

કોરોના વાયરસના કારણે અર્થતંત્રને થયેલા નુકસાનના કારણે વિશ્વની સરકારો અને સેન્ટ્લ બેંક જે રીતે નાણા પ્રવાહિતા વધારી રહી છે તેના કારણે સોનાના ભાવ વધી જશે. કેલેન્ડર વર્ષ ૨૦૨૦ માટે સોનાના સરેરાશ ભાવ ૧૬૯૫ ડોલર અને ૨૦૨૧માં સરેરાશ ૨૦૬૩ ડોલર પ્રતિ ઔંસ રહેશે એવી બેન્કે આગાહી કરી છે.

અત્રે નોંધવું જોઈએ કે બેંકનો સોનાના ભાવનો અગાઉનો અંદાજ ૨૦૦૦ ડોલરનો હતો. ડોલરની દ્રષ્ટિએ સોનાનો ઈતિહાસનો સૌથી ઉંચો ભાવ ૧૯૨૧.૧૭ ડોલર છે જે સપ્ટેમ્બર ૨૦૧૧માં નોધાયો હતો.

(12:35 am IST)