Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

આલૌકિક ઘટના : ગયા પરમ દિવસે રાત્રે શિરડી મંદિરના દ્વારકા માઈમાં અખંડ પ્રજ્વલિત બાબાની ધૂણીમાંથી પ્રચંડ જ્વાળા ભભૂકી ઉઠી અને શિરડીનું આકાશ પાવક ધુમાડાથી છવાઈ ગયું : 110 વર્ષ પછી સાંઇ બાબાએ આજે ફરી માનવજાત ઉપરના કોરોના સંકટ દૂર કરવા પોતાની હયાતીનો પુરાવો આપ્યો : હકીકતની ખાત્રી સાંઇ બાબા ટ્રસ્ટના ઉચ્ચ અધિકારી અશોક સોનવણે અબેલોન ક્લીન એનર્જી લી.ના ડિરેકટર શ્રી પ્રશાંત પંડ્યા સાથે કરી : જુવો વિડીયો

શિરડી : 110 વર્ષ પછી સાંઇ બાબાએ આજે ફરી માનવજાત ઉપરના કોરોના સંકટ દૂર કરવા પોતાની હયાતીનો પુરાવો આપ્યો. ધૂણીમાંથી પ્રચંડ જ્વાળા અંગ્રેજ હકુમત વખતે સ્પેનીશ ફ્લુ અને કોલેરા ફાટી નીકળ્યો ત્યારે બાબાએ પોતાની હયાતીમાં તે નાબુદ કરેલાં. પરમ દિવસે રાત્રે શિરડી મંદિરના દ્વારકા માઈમાં અખંડ પ્રજ્વલિત બાબાની ધૂણીમાંથી પ્રચંડ જ્વાળા ભભૂકી ઉઠી અને શિરડીનું આકાશ પાવક ધુમાડાથી છવાઈ ગયું, જાણે બાબા કોરોના મહામારીને મારી હઠાવવા ફરી જાગૃત ના થયા હોય!  

આ હકીકતની ખાત્રી સાંઇ બાબા ટ્રસ્ટના ઉચ્ચ અધિકારી અશોક સોનવણે સાથે કર્યાં બાદ અબેલોન ક્લીન એનર્જી લી.ના ડિરેકટર શ્રી પ્રશાંત પંડ્યા(મો.9909908585)ની ફેઈસબુક વોલ ઉપર મુકેલ છે. જય સાંઇ રામ. શિરડીમાં હજીસુધી એક પણ કોરોના કેઇસ નથી થયો.

(11:33 pm IST)