Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ભારતમાં અઢી મહિનાના લોકડાઉનની જરૂર: કોરોના મહામારી આપમેળે જ ખત્મ થઈ જશે

ભારતે લોકડાઉન હટાવવાની ઉતાવળ ન કરવી જોઈએ.

 

નવી દિલ્હી : કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ભારતમાં બે ચરણમાં કુલ 40 દિવસનું લોકડાઉન કર્યું છે લોકો હવે 3 મેની તારીખની રાહ જોઈ રહ્યાં છે ત્યારે દુનિયાની અગ્રણી મેડિકલ જર્નલ લાંચેના એડિટર ઈન ચીફ રિચર્ડ હોર્ટને કહ્યું છે કે, ભારતે લોકડાઉન હટાવવાની ઉતાવળ કરવી જોઈએ. કુલ 10 અઠવાડિયાનું લોકડાઉન રાખવું જોઈએ.

 ભારતમાં વર્તમાન સમયે લોકડાઉનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. જે 3મેના રોજ સમાપ્ત થશે. લોકોને પણ આશા છે કે 3 મે બાદ લોકડાઉનમાંથી મુક્તિ મળશે. જોકે રિચર્ડ હોર્ટને કહ્યું છે કે, ભારતે લોકડાઉન હટાવવાનો ઉતાવળિયો નિર્ણય લેવો જોઈએ. રિચર્ડ હોર્ટને એમ પણ કહ્યું કે, કોઈ પણ દેશમાંથી મહામારી હંમેશાં માટે નહીં જાય. આપમેળે પૂર્ણ થઈ જશે.

 તેમણે કહ્યું કે જો ભારતમાં લોકડાઉન સફળ રહે તો તમે જોશો કે 10 અઠવાડિયામાં મહામારી નિશ્ચિત રૂપે ખત્મ થઈ જશે. જો તેના અંતમાં વાઈરસ પૂર્ણ થઈ જશે તો સ્થિત ફરી સામાન્ય થઈ જશે

 

(11:31 pm IST)