Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ૨૦ હજારથી વધારે : મૃતાંક ૬૫૨

મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં કેસોની સંખ્યા સૌથી વધારે થઇ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધતા જતા કેસો રોકવા માટે તંત્રના તમામ પ્રયાસો હાલમાં અપુરતા પુરવાર : દિલ્હીમાં પણ કેસોની સંખ્યા ૨,૦૦૦થી વધુ થઇ

નવી દિલ્હી, તા.૨૨ : મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના જુદા જુદા ભાગોમાં કોરોનાના હાહાકાર જારી રહ્યો છે. ભારતમાં પણ હવે પોઝિટીવ કેસોની સંખ્યા ઝડપથી વધીને ૨૦ હજાર કરતા ઉપર પહોંચી ગઇ છે. મોતનો આંકડો પણ ૬૫૨થી ઉપર પહોંચી ગયો છે. કેસોની સંખ્યા ૨૦૪૭૨થી ઉપર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રોકેટગતિથી કેસો હજુ વધી રહ્યા છે. જે ચિંતા ઉપજાવે છે. બંને રાજ્યોમાં તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા અને મોતનો આંકડો વધી રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૫૨૨૮થી વધારે રહી છે. ત્યારબાદ ગુજરાતમાં કેસોની સંખ્યા ૨૪૦૭ સુધી પહોંચી ગયો છે. રાજસ્થાનમાં કેસોની સંખ્યા ૧૬૫૯ સુધી પહોંચી ગઇ છે. દેશના કેટલાક ભાગોમાં કેસોની સંખ્યા એક હજારથી ઉપર છે. જેમાં મધ્યપ્રદેશ, તમિળનાડુ, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.  કોરોનાના કેસોમાં હાલમાં વધારો થઇ રહ્યો છે. દેશના ૫૯ જિલ્લા કોરોનામુક્ત થઇ ચુક્યા છે.

             છેલ્લા ૧૪ દિવસમાં કોઇ કેસ નોંધાયા નથી. કર્ણાટકમાં કોડુગીમાં ૨૮ દિવસમાં કોઇ કેસ નથી.ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો.દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી.   રાજસ્થાન, તમિળનાડુ, દિલ્હીમાં પણ કેસોની સંખ્યા ૧૦૦૦થી ઉપર રહી છકોરોના વાયરસે ૩૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.ગાળા વચ્ચે પણ કોરોના કેસોમાં ઝડપી વધારો જારી રહ્યો છે. દેશના જુદા જુદા જુદા રાજ્યોમાં કેસોની સંખ્યામાં અને મોતની સંખ્યામાં ઝડપી વધારો થખઇ રહ્યો છે.  કોરોના વાયરસને કઇ રીતે રોકવામાં આવે તે સંબંધમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમના કહેવા મુજબ પ્રથમ સંક્રમણ ઝોન અને બીજા બફર ઝોન તરીકે રહેનાર છે. સંક્રમણ ઝોનને અલગ અલગ સેક્ટરમાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેસોમાં અવિરત વધારો જારી રહ્યો છે. દેશમાં કુલ કોરોના કેસો પૈકી ૮૪ ટકા કેસો માત્ર મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, ગુજરાત,  હરિયાણા, રાજસ્થાન, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મળ્યા છે.  મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, તમિળનાડુ, કેરળ અને પંજાબમાં પણ કેસોમાં વધારો થયો છે.

             દિલ્હીમાં જે કેસો આવ્યા છે તે પૈકી જમાત સાથે જોડાયેલા લોકો વધારે રહ્યા છે. વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુડબ છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ૧૩૩૬થી વધુ કેસો સપાટી પર આવ્યા છે. કેન્દ્ર સરકારે આક્ષેપ કરતા કહ્યુ છે કે બંગાળની ટીમ કેન્દ્રિય ટીમોને સહકાર આપી રહી નથી. આરોગ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપતા કહ્યુ હતુ કે ભારતમાં કોરોના સામે જંગ જીતનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સોમવારના દિવસે એક દિવસમાં ૭૦૫ લોકો સ્વસ્થ થઇ ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે ત્રણ જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસમાં કોઇ કોરોના કેસ નોંધાયો નથી. હજુ સુધી દેશના ૬૧ જિલ્લા કોરોનામુક્ત થયા છે. આમાં છેલ્લા ૧૪ દિવસમાં કોઇ કોરોના કેસ આવ્યો નથી. બંગાળમાં અધિકારીઓ સહકાર કરી રહ્યા નથી . ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખુબ ઝડપથી કોરાનાના કેસો વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમા પણ કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. જેના લીધે પ્રમાણમાં કેસોમાં બ્રેકની સ્થિતી રહી છે. મધ્યપ્રદેશમાં પણ કેસોની સંખ્યા એક હજાર કરતા વધારે થઇ ગઇ છે. ગુજરાતમાં આંકડો ૨૪૦૭ કરતા વધારે થઇગયો છે. દિલ્હીમાં પણ કેસોની સંખ્યા ૨૦૦૦ કરતા વધારે છે. વિશ્વના ૨૧૦ દેશ કોરોનાના સકંજાંમાં છે. મોતનો આંકડો વિશ્વમાં ૧૭૭૬૪૧ સુધી પહોંચી ગયો છે. કેસોની સંખ્યા ૨૫૫૭૧૮૧ છે.

(9:38 pm IST)