Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે હવે ફ્લૂની સીઝન શરૂ થશે : હવે પછીનો તબક્કો વધારે જોખમી : હેલ્થ ચીફની ચેતવણી

વોશિંગટન : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સૌથી વધુ  અસર હેઠળ આવી ચૂકેલા અમેરિકામાં હવે બીજો અને જોખમી તબક્કો શરૂ થઇ રહ્યો છે.જે ફ્લુનો હશે.તથા વધુ વિનાશકારી હશે. કારણકે બંનેનો એક સાથે મુકાબલો કરવાનું કામ કઠિન બની રહેશે. તેથી અત્યારથી જ તે માટે તૈયાર રહેવા યુ.એસ.ના હેલ્થ ચીફ રોબર્ટ રેડફિલ્ડે ચેતવણી આપી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)