Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ત્રણ મહિનામાં જ કોરોના માટે ૭૨૩ હોસ્પિટલ તૈયાર કરાઈ

એક લાખ ૮૬ હજાર આઈસોલેશન બેડ તૈયાર : કોરોનાના પ્રથમ દર્દી સુધી પીપીઈની સુવિધાઓ ન હતી

નવીદિલ્હી, તા. ૨૨ : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કોરોનાની ઉભી થયેલી સ્થિતિને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની આ બેઠક યોજાઈ હતી. પ્રકાશ જાવડેકરે કેબિનેટની બેઠક બાદ પુરતી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે કોરોના સંકટને હાથ ધરવા માટે હજુ સુધી અનેક પગલા લીધા છે. દેશમાં કોરોના માટે ૭૨૩ હોસ્પિટલ બનાવવામાં આવ્યા છે જ્યારે એક લાખ ૮૬ હજાર આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ૨૪ હજાર આઈસીયુ અને ૧૨૧૯૦ વેન્ટીલેટર તૈયાર છે.

           કોરોનાનો પ્રથમ દર્દી ભારતમાં નોંધાયા બાદથી ત્રણ મહિનાની અંદર જ આ પ્રકારની સફળતા મેળવવામાં આવી છે. જ્યાં સુધી પીપીઈની વાત છે. અમારી પાસે એક પણ ફેસિલિટી ન હતી. આજે ૭૭ કંપનીઓ પીપીઈ બનાવી રહી છે. એક કરોડ ૮૮ લાખ પીપીઈના ઓર્ડર આપવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત ૨૫ લાખ એન-૯૫ માસ્ક ઉપલબ્ધ છે. અઢી કરોડના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. કોવિડ-૧૯ને લઇને સરકાર ખુબ જ ગંભીર રીતે આગળ વધી રહી છે. કોઇપણ કિંમતે આને રોકવાના પ્રયાસો જારી છે.

(7:51 pm IST)