Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મક્કા મદીનાની બંને મસ્જિદોમાં રમઝાન માસમાં નમાઝ નહીં પઢાય : કોરોના વાઇરસને કારણે સાઉદી સરકારનું જાહેરનામું : ઘેર બેઠા નમાજ પઢવાનો આદેશ : નમાજના સમયે મસ્જિદમાંથી માઈક ઉપર અજાન કરાશે

સાઉદી અરેબિયા : વર્તમાન સંજોગોમાં કોરોના વાઇરસની મહામારીને કારણે સોશિઅલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી હોવાથી સાઉદી અરેબિયન સરકારે રમઝાન માસમાં મક્કા તથા મદીનામાં આવેલી બંને મસ્જિદોમાં ભેગા થઈને નમાજ પઢવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.તથા મુસ્લિમ બિરાદરોને ઘેર બેઠા નમાજ પઢવાનો આદેશ કર્યો છે.
વિશેષમાં જણાવાયા મુજબ મક્કા સ્થિત ગ્રાન્ડ મસ્જિદ તથા મદીના સ્થિત પ્રોફેટ  મસ્જિદમાંથી નમાજના સમયે અજાન થશે તેમ જણાવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:33 pm IST)