Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

યુ.એસ.ઈલેક્શન " : પ્રેસિડન્ટ તરીકે ડેમોક્રેટ ઉમેદવાર બિડન ચૂંટાઈ આવે તો વાઇસ પ્રેસિડન્ટ તરીકે મિચેલ ઓબામા ? : રાજકીય પંડિતોના સમીકરણ

વોશિંગટન : યુ.એસ.માં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.જે મુજબ રિપબ્લિકન ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને  મહાત કરવા ડેમોક્રેટ પાર્ટી તરફથી જો બિડન સર્વ સંમત ઉમેદવાર નક્કી થઇ ચુક્યા છે.જેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો તેઓ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો વાઇસ પ્રેસિડન્ટ પદ ઉપર મહિલાની નિમણુંક કરશે
તેમના આ મંતવ્યને લઈને રાજકીય પંડિતો અનુમાનો લગાવી રહ્યા છે.જે મુજબ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના પત્ની મિચેલ ઓબામા વાઇસ પ્રેસિડન્ટ બની શકે તેમ છે. તેમના પતિ બરાક ઓબામા અને બિડન વચ્ચે મિત્રતા છે.તેમજ બરાક ઓબામાએ બિડનને સમર્થન પણ ઘોષિત કર્યું છે.તેથી તેમની પ્રતિષ્ઠાનો લાભ બિડનને ચૂંટણીમાં મળી શકશે તેથી તેઓ મિચેલ ઓબામાને વાઇસ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરે તેવું ચર્ચાઈ રહ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:54 pm IST)