Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

લોકડાઉનની ધરતી ઉપર મોટી અસરઃ વર્લ્ડ અર્થ-ડે નિમિતે ફાયદા જણાવતા પર્યાવરણના જાણકારો

નવી દિલ્હી: ચોખ્ખુ આકાશ, ચોખ્ખુ પાણી, ચોખ્ખી હવા.... લોકડાઉનના આ સમયગાળામાં પણ લોકોને આ બધુ જોઈને ખુબ આનંદ થઈ રહ્યો છે. આટલા લાંબા સમય બાદ જાણે અનેક સદીઓ પછી ધરતી જાણે ઊંડા શ્વાસ લઈ રહી છે. પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે લોકડાઉનની ધરતી પર મોટી અસર પડી છે. આજે વર્લ્ડ અર્થ ડે છે. લોકડાઉન એ ધરતી માટે એક મોટી ભેટ સાબિત થઈ રહ્યો છે. આપણે જાણવું જરૂરી છે કે આ લોકડાઉનની આવનારા સમયમાં શું પ્રકૃતિને, ધરતીને, પૃથ્વીને ફાયદો થશે. આપણે આગળ પણ કઈ રીતે આપણી પૃથ્વીને આટલી જ સુંદર રાખી શકીએ.

પર્યાવરણના જાણકાર ભૂષણનું કહેવું છે કે કોરોના વાયરસના કેરના કારણે આજે સમગ્ર દુનિયામાં લોકડાઉનના નિયમોનું પાલન થઈ રહ્યું છે. ભાગતી દુનિયાની ઝડપ ઓછી થઈ છે. કાર્બન ઉત્સર્જન ખુબ ઓછું થઈ રહ્યું છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગ પણ ઓછું થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કાર્બન ઉત્સર્જન 5 ટકા ઘટશે. જેનો ફાયદો સીધો આપણા જીવન પર જોવા મળશે.

તેઓના કહેવા મુજબ પ્રદૂષણની વાત કરીએ તો લોકડાઉનમાં વાયુ અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ આવ્યું છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થયું છે. જેની અસર એ છે કે જાનવરો અને જીવજંતુ બહાર નીકળે છે. તેમને પણ ખુબ રાહત મળી છે.

શું તમે વિચારી શકો છો કે આપણે અત્યાર સુધી જે કામ કર્યા તેનાથી પૃથ્વીને કેટલી બરબાદી ઝેલવી પડી છે. જે હાલ તો ખુબ ઓછી થઈ ગઈ છે. 2016ના એક રિપોર્ટ મુજબ 6 અબજ  કિલોગ્રામ ઔદ્યોગિક કચરો રોજ સમુદ્રમાં ઠલવાતો હતો જે હવે નહિવત જેવું છે.

જો ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે પ્રદૂષણના કારણે 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડે છે. જ્યારે જળ પ્રદૂષણના આંકડા દર્શાવે છે કે દર 8 સેકન્ડમાં એક બાળક ગંદા પાણીના કારણે મરે છે. વાયુ પ્રદૂષણનું સ્તર પણ એ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું કે માત્ર મુંબઈમાં એક સ્વસ્થ વ્યક્તિનું શ્વાસ લેવું એ 100 સિગરેટ બરાબર જોા મળતું હતું.

આજે જ્યારે ચારેબાજુ લોકડાઉન છે તો એવામાં માણસોના ફેફસા, કિડની અને હ્રદય પર પડનારી પ્રદૂષણની અસર ઓછી થઈ છે. પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યાં મુજબ જો ભવિષ્યમાં આ જ પ્રકારે કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવાની કેટલીક અલગ કોશિશો કરવામાં આવે તો આ ધરતીનું સંકટ ઘણું ઓછું થઈ શકે છે.

તેમના જણાવ્યાં મુજબ આ તો ટેમ્પરરી છે કારણ કે લોકો મજબુરીમાં ઘરોમાં રહે છે. જો આપણે ખરેખર પર્યાવરણમાં પરિવર્તન લાવવું હોય તો લોંગ ટર્મ કાર્બન ઉત્સર્જન ઓછું થાય તેવી કોશિશ કરવી જોઈએ. બધાને આસમાની આકાશ અને ચોખ્ખુ પાણી ગમે છે. જેને કાયમ રાખવા માટે ઈન્ડસ્ટ્રીમાં કડકાઈથી પ્રતિબંધો લાદવા જોઈએ. જેથી કરીને તેઓ પ્રદૂષણ ન કરે. રોડ પર ગાડીઓને ઈલેક્ટ્રિક મોડ પર લઈ જવી જોઈએ, સોલર ઉર્જા અને વાયુ ઉર્જાનો વધુ ઉપયોગ થવો જોઈએ. જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય. ત્યારે જ આપણે આવનારા સમયમાં પૃથ્વી દિવસ પર પૃથ્વીને સાચી અને સુંદર ભેટ આપી શકીશું. જેથી કરીને તે પણ આપણને સારી રિટર્ન ભેટ આપી શકે.

(4:05 pm IST)