Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કાશ્મીરના શોપિયામાં ચાર આતંકીઓ ઠાર

જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : અથડામણ ચાલુ : સર્ચ ઓપરેશન પૂરજોશમાં

શ્રીનગર તા. ૨૨ : કાશ્મીરના શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએઙ્ગચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરઙ્ગપોલીસે આની જાણકારી આપી છે. ત્યાંજ રાજયના પોલીસ પ્રમુખ દિલબાગ સિંહે જણાવ્યું કે, જયારે સમગ્ર દુનિયા કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહી છે ત્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.ઙ્ગ

પોલીસ વડાએ જણાવ્યું છે કે, હાલની એક રિપોર્ટ જણાવે છે કે પાકિસ્તાનમાં આતંકવાદી ટ્રેનિંગ સેન્ટર કેન્દ્રો અને પીઓકેમાં અનેક આતંકવાદી કોરોના વાયરસથી સંક્રમિત છે. પાકિસ્તાની એજન્સીઓ આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પાર કરાવવામાં મદદ કરી રહી છે.ઙ્ગ

દિલબાગ સિંહ અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ જીસી મુર્મૂના સલાહકાર આરઆર ભટનાગરે કાશ્મીર ખીણમાં સુરક્ષાની સ્થિતિ અને કોવિડ-૧૯ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી હતી.ઙ્ગ

આ સુચના પર સેનાની ૫૫ રાષ્ટ્રીય રાઇફલ્સ, સીઆરપીએફ અને એસઓજીની ટીમે ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું. તેઓએ જણાવ્યું કે ત્યાં છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો અને અથડામણમાં ચાર ત્રાસવાદીનો ખાત્મો કરવામાં આવ્યો. હજુ અથડામણ ચાલુ છે. મોતને ઘાટ ઉતારવામાં આવેલી ત્રાસવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

(3:39 pm IST)