Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

પ્રિન્સીપાલે શાળાના પૈસાનું રોકાણ ૧ કરોડ ઓઈલ બેરલમાં કર્યુઃ હવે ડીલીવરી લેવાનો વારો આવ્યોઃ રાખવું કયાં ?

ક્રૂડની માયાજાળમાં અમેરિકાની પ્રાથમિક શાળા ભેરવાઈ ગઈ

સેન્ટ લુઈસઃ. શેરવુડ પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ માર્ક હિલ્ટન કહે છે 'મને એમ હતુ કે આ એક સારૂ રોકાણ છે મેં ઈન્ટેલીજન્ટ ઈન્વેસ્ટર નામનું મેગેઝીન વાંચીને વિચાર્યુ કે ઓછા ભાવે ખરીદીને વધુ ભાવે વેચી નાખીશ તો ઘણા નાણા મળશે. ૨૦ ડોલર પ્રતિ બેરલનો ભાવ બહુ આકર્ષક દેખાતો હતો તેથી મેં ખરીદયા.'

મિસુરીના સેન્ટ લુઈસમાં આવેલ શેરવુડ પ્રાથમિક શાળામાં ૪૫ વર્ષના માર્ક હિલ્ટન છેલ્લા ૧૦ વર્ષથી પ્રિન્સીપાલ છે. છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન હિલ્ટને નાણાકીય સલાહકારની મદદથી શેરવુડનું રોકાણ શેરબજારમાં કર્યુ હતું. આ વર્ષે 'ધ ઈન્ટેલીજન્ટ જર્નલ' વાંચ્યા પછી તેણે પોતાની રોકાણ અંગેની રણનીતિ બદલાવી. તેણે કહ્યુ 'મેં ધ ઈન્ટેલીજન્ટ ઈન્વેસ્ટર ત્રણ વાર વાંચ્યુ પછી મને એમ થયુ કે હું નિષ્ણાંત બની ગયો છું અને મેં ૨૦ ડોલરના ભાવે ૧ કરોડ બેરલ ખરીદી લીધા.'

શેરવુડ પ્રાથમિક શાળાએ ૧ કરોડ બેરલની ડીલીવરી લેવાનો વખત આવ્યો છે. હિલ્ટન કહે છે, 'મને સમજાતુ નથી કે મારે આ ઓઈલ હવે કયાં રાખવું.' શરમથી માથુ ઝુકાવીને તે કહે છે, 'કદાચ બે લાખ બેરલ હું શાળામાં મુકાવી શકું પણ પછી બાકીનાનું શું તે વિચારતા જ મારૂ મગજ બહેર મારી જાય છે.'

શેરવુડ પ્રાથમિક શાળાએ આવા બેજવાબદાર રોકાણના કારણે હિલ્ટનને ફરજીયાત રજા પર ઉતારી દીધા છે.

(3:38 pm IST)