Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

વિશ્વ અર્થ દિવસ : PM મોદીએ કર્યું ટ્વિટ

વડાપ્રધાન મોદીએ ધરતીમાતાનો માન્યો આભાર : કોરોના સામે લડનારા યોધ્ધાઓનો કર્યો જય જયકાર

નવી દિલ્હી તા. ૨૨ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિશ્વ અર્થ દિવસ' નિમિત્તે ધરતી માતાનો આભાર વ્યકત કર્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે ધરતી માતાના આંતરરાષ્ટ્રીય દિવસ પર તેમના દ્વારા આપણા બધાની સારસંભાળ અને અપાર કરૂણા માટે પોતાના પૃથ્વીનો આભાર વ્યકત કરુ છું.

આવો આપણે એક સ્વચ્છ, સ્વસ્થ, અને અધિક સમૃદ્ઘ ગ્રહની દિશામાં કામ કરવાનો સંકલ્પ લઇએ. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવવા માટે કામ કરી રહેલા યોદ્ઘાઓની જય-જયકાર કરીએ અર્થાત્ તેમનું સમર્થન અને તેમની પ્રશંસા કરીએ.ઙ્ગ

ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં Covid-19થી મરનાર આંકડાઓ ૬૪૦ને પાર પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગ તરફથી બુધવારે જારી કરવામાં આવેલ આંકડાઓ મુજબ, ભારતમાં કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં ૬૪૦ લોકોનાં મોત થયા છે જયારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧૯,૯૮૪ પર પહોંચી ગઇ છે.ઙ્ગઙ્ગ કોરોના વાયરસના સંક્રમણથી દુનિયાભરમાં ૨૫ લાખથી વધારે લોકો સંક્રમિત થઇ ગયા છે. જેમાં ૮૦ ટકા કેસ યુરોપ અને અમેરિકામાં જોવા મળ્યાં છે.

(3:37 pm IST)