Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

રાષ્ટ્રપતિ ભવન, લોકસભા સચિવાલય બાદ...

નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં એક અધિકારીને કોરોના : મંત્રાલય બંધ

નવી દિલ્હી તા. ૨૨ : નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ મંત્રાલયને બંધ કરી દેવામાં આવ્યું છે. મંત્રાલયને સૌ પ્રથમ સેનેટાઈઝ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જે કર્મચારીનો કોરોના પોઝીટીવ મળ્યો છે તે કો-ઓર્ડીનેશન વિંગમાં કામ કરે છે.

મળતી માહિતી મુજબ, તે ગયા અઠવાડિયા સુધી ઓફિસ આવ્યો હતો. આવી સ્થિતિમાં તે લોકો પણ શંકાના દાયરામાં આવી ગયા છે જેમને આ કર્મચારી મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે ઓફિસમાં લિફટ, વોશરૂમ, સીડીનો ઉપયોગ કરતો હતો.આ પહેલા પણ ઘણા અધિકારીઓ સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૨૦ હજારની નજીક પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૧૯૯૮૪થી વધુ કેસ નોંધાયા છે, જયારે ૬૪૦થી વધુ લોકોનાં મોત નીપજયાં છે. જોકે ૩૮૭૦ લોકો સાજા થયા છે.

(3:36 pm IST)