Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

લોકડાઉનનું ઉલ્લંઘન

મુંબઇના વાધવાન પરિવારનો કોરોન્ટાઇન સમય પૂરો

CBI અને ED પૂછપરછ હાથ ધરશે : રાજ્યના ગૃહમંત્રીએ આપી મંજુરી

મુંબઇ તા. ૨૨ : મુંબઈ ડીએચએફએલના પ્રમોટર કપિલ અને ધીરજ વાઘવાનના પરિવારનો કવોરન્ટિન સમયગાળો આજે બપોરે બે વાગ્યે પૂર્ણ થશે. ત્યાર પછી સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ તેની ધરપકડ કરી પૂછપરછ કરી શકે છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બુધવારે ફેસબુક લાઈવ દરમિયાન આ જાણકારી આપી હતી. દેશમુખે કહ્યું કે વાઘવાન ગ્રુપના લોકોનો કવોરન્ટિન સમય પૂર્ણ થઈ રહ્યો છે. સીબીઆઈ અને ઈડીએ તેની ધરપકડની માંગ કરી હતી. અમે મંજૂર આપી છે. તેઓ બે વાગ્યા પછી તેઓની ધરપકડ કરી પૂછપરછ કરી શકે છે. તેઓ આરોપ એવો પણ છે કે વાધવાન પરીવારને મહાબળેશ્વર જવા માટે ગૃહ વિભાગના પ્રધાન સચિવ (વિશેષ) આઈપીએસ અમિતાભ ગુપ્તાએ ઈમરજન્સી પાસ આપ્યા હતા.

આ પાસની મદદથી સીબીઆઈ અને ઈડીથી બચવા માટે વાઘવાન પરીવારના ૨૧ લોકો ૫ ગાડીઓમાં ૮ એપ્રિલે મહાબળેશ્વર સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં જઈ રહ્યા હતા. ત્યાં પહોંચતા પહેલા જ પોલીસે તેને પકડી લીધા હતા. લાપરવાહીના કેસ આઈપીએસ ગુપ્તાને રજા ઉપર ઉતારી દેવાયા ઙ્ગછે. પરીવાર સામે લોકડાઉનને તોડવાનો કેસ નોંધાયો છે. તમામ લોકો એક બિલ્ડિંગમાં કવોરન્ટિન છે.

તપાસમાં બહાર આવ્યું છે કે વાઘવાન ભાઈઓ કોરોના વાઈરસને ઢાલ બનાવીને ઈડી અને સીબીઆઈથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. યસ બેન્ક છેતરપિંડી કેસમાં તેઓને સીબીઆઈએ સાત માર્ચે તેઓને પુછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા. સીબીઆઈ સામે હાજર ન થવાથી તેઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પડાયું હતું. તપાસ એજન્સીઓથી બચવા માટે તોએ મંબઈથી બહાર ભાગી ગયા હતા. આખો પરીવાર છેલ્લા ઘણા દિવસથી ખંડાલાના ગસ્ટ હાઉસમાં છૂપાયેલો હતો. લોકડાઉન પછી ગેસ્ટ હાઉસનો સંચાલક સતત રૂમ ખાલી કરવા માટે તેઓ ઉપર દબાણ કરી રહ્યો હતો.ત્યાર પછી આ પરીવાર ૮ એપ્રિલે અમિતાભ ગુપ્તાનો પત્ર લઈને મહાબળેશ્વ જવા નિકળ્યો હતો. સાતારા પોલીસે તેને મહાબળેશ્વરથી થોડે જ દૂર પકડી લીધા હતા.

અમિતાભ ગુપ્તાએ વાઘવાન પરીવારને આપેલા પત્રમાં લખ્યુ હતું કે નિચે લખેલા વ્યકિતઓને હું સારી રીતે જાણું છું, તેઓ મારા મિત્રો જેવા છે. પરીવારમાં ઈમરજન્સીના કારણે તેઓ પુનાના ખંડાલાથી સતારાના મહાબળેશ્વરની સફર કરી રહ્યા છે. તેઓને ગંતવ્ય સ્થાને પહોંચવામાં મદદ કરવામાં આવે. આ પત્ર સાથે પરીવારના પાંચ વાહનોની વિગત પણ અપાઈ હતી. તેના આ પગલાથી મુખ્યમંત્રી ઠાકરે નારાજ થયા હતા અને ગુપ્તાને રજા ઉપર ઉતારી દેવાયા છે.

(3:34 pm IST)