Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ઈનોવેશન

વિદ્યાર્થીનીએ ચહેરાને સ્પર્શ કરતા અટકાવે તેવું સાધન બનાવ્યું

કોરોના વાયરસથી ફેલાવાવાળું સંક્રમણ નિયમિતરૂપથી હાથ ન ધોવા અને હાથથી વારંવાર ચહેરાને સ્પર્શ કરવાથી ફેલાય છે. આ સમસ્યાનુ સમાધાન આપ્યુ છે તેલેંગાણાની પ્રથમ વર્ષની એન્જીનીયરીંગની છાત્રા બુધાવરાપુએ.  તેણીએ  એક એવુ સાધન બનાવ્યુ છે જેનો ઉપયોગ કરવા વાળી વ્યકિત પોતાના ચહેરાને સ્પર્શ કરવા જાય તે પહેલા  એલાર્મ વાગે છે. આ સાધનને કાંડા ઘળિયાળની જેમ હાથોમાં પહેરી શકાય છે. આ સાધન હાથ ધોવા માટે પણ યાદી આપે છે. બુધાવરાપુએ માત્ર ૩૫૦ રૂપિયામાં ૩ વોલ્ટની બેટરી, એક બજર, સેન્સર અને રબરબેન્ડના ઉપયોગથી આ સાધન બનાવ્યુ છે.

(3:29 pm IST)