Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મુસ્લિમો માટે ભારત સ્વર્ગઃઅમુક લોકો એકતા તોડવા ષડયંત્ર રચે છેઃ નકવી

નવીદિલ્હી,તા.૨૨: કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના કહેવા પ્રમાણે દેશમાં અલ્પસંખ્યક સમૂદાયના તમામ વર્ગોના અધિકાર સુરક્ષિત છે અને મુસલમાન સહિતના તમામ અલ્પસંખ્યક સમૂદાય માટે સ્વર્ગ છે. પરંતુ અમુક લોકો દુષ્પ્રચાર અને ફર્જી ખબરોના મારફતે દેશની એકતાના વિરૂધ્ધમાં ષડયંત્ર રચી રહ્યા છે. નકવીએ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તમામ વર્ગોનો વિકાસ થઈ રહ્યો છે અને તેમાં કોઈપણ ભેદભાવ નથી. ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીએ ભારતમાં કથિત ઈસ્લામોફોબિયાની ટીકા કરતા નકવીનું નિવેદન સામે આવ્યું છે.

(3:29 pm IST)