Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ધારાવીનું વરવું ચિત્ર

૧ નાનો રૂમઃ રહેવાવાળા ૧૧ જણાઃ રાત્રે સુવા માટે થાય છે શિફટ

મુંબઈ, તા.૨૨: મુંબઇ જ નહીં એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી કહેવાતી ધારાવીમાં અત્યાર સુધીમાં ૧૬૮ જેટલા કોરોના પોઝિટિવ કેસ મળી ચૂકયા છે. તેમજ અહીં ૧૧ લોકોના મૃત્યુ કોવિડ૧૯ સંક્રમણથી થયા છે. અધિકારીઓનું માનીએ તો આ વિસ્તાર સૌથી વધુ સંક્રમિત વિસ્તાર પૈકી એક છે. અહીં જેટલા પણ સેમ્પલની તપાસ કરવામાં આવી છે તેમાંથી ૨૫ ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

ધારાવી ઝુંપડપટ્ટી અંદાજે ૨.૫ સ્કવેર કિમીના વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાં લાખો લોકો રહે છે. એક અંદાજ પ્રમાણે અહીં પ્રતિ સ્કવેર કિમીમાં ૩ લાખ લોકો રહ છે. તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ કેમ રાખવું તે પણ એક મોટી સમસ્યા છે સાથે લોકોની મજબૂરી પણ છે.

ધારાવી એશિયાની સૌથી ઝુંપડપટ્ટી જ નહીં પણ સૌથી ગીચ વિસ્તાર પણ છે. અહીં ચાર-ચાર માળની ઝુંપડટ્ટીઓ છે. જેમાં એક ઝૂંપડીમાં ૮થી ૯ લોકો રહે છે. અહીં રહેતા લોકોના ઝુંપડામાં શૌચાલયની તો વ્યવસ્થા જ નથી હોતી તેવામાં વિસ્તારના સાર્વજનિક શૌચાલયમાં જ આ લાખો લોકો કુદરતી હાજત અને ન્હાવા માટે ઉપયોગમાં લે છે.હાલમાં જ રતન ટાટાએ આ ઝુંપડપટ્ટીની સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સંકટથી મુંબઈમાં જે રહેઠાણનું સંકટ છે તે સમસ્યા ખુલ્લી પડી ગઈ છે. મુંબઈમાં લાખો લોકો એક મિનિટ તાજી હવા માટે તડપી રહ્યા છે. બિલ્ડર્સએ એવા સ્લમ બનાવી દીધા છે જયાં સફાઈ તો દૂરની વાત છે. શુદ્ઘ હવા પણ નથી મળતી. આપણે શરમથી ડૂબી મરવું જોઈએ કેમ કે એક તરફ તો આપણે દેશના વિકાસની અને ૨૧જ્રાક સધીની આધુનિકતાઓની વાતો કરીએ છીએ પણ બીજી તરફ દેશો એક એવો ભાગ છે જેને આપણે અંધકારમાં છૂપાવવા માગીએ છીએ.સામાજીક અંતર તો અહીં શકય જ નથી. પરંતુ ચોલમાં પણ ૮થ૧૦દ્ગક્ન એક રુમમાં ૬ થી ૮ વ્યકિતઓ રહેતા હોય છે. તેવામાં અહીં લોકોમાં સંક્રમણ રોકવું શરુઆતથી જ આરોગ્ય વિભાગ માટે એક મોટી મુશ્કેલી રહી છે.મુંબઈ આ મહામારી ઝપટમાંથી કેટલું બચશે અને કેટલી હદે ખુવાર થશે તે આ ઝુંપડપટ્ટી જ નક્કી કરશે. અહીં જે પ્રકારની રણનીતિ અપનાવવામાં આવશે તેના પર નિર્ભર કરશે કે મુંબઈને મહામારીમાંથી કેવી રીતે મુકિત મળશે.એશિયાની સૌથી મોટી વસ્તીમાં રહેતા લોકોની આર્થિક હાલત પણ કફોડી બની છે. કોરોના સંકટના કારણે વેપાર-ધંધા અને કામકાજ ઠપ્પ થઈ જતા અહીં દૈનિક મજૂરી કરતા લાખો લોકો પાસે હવે રૂપિયાના સાસા પડવા લાગ્યા છે.

(3:28 pm IST)