Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

સરકારે ૮૫ કરોડ ફાળવ્યા, ગરીબો ગમે ત્યારે ખાતામાંથી રૂ. ૧૦૦૦ ઉપાડી શકશે

બી.પી.એલ. પરિવારો રોકડ સહાયનો લાભ લેવા ધક્કામુક્કી ન કરે : કોરોના સંદર્ભે ર.૪૭ લાખ લોકોને ફુડ પેકેટ અપાયાઃ અશ્વિનીકુમાર

ગાંધીનગર, તા. રરઃ  રાજયમાં કોરોના કેસની વધતી જતી પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીપીએલ કાર્ડ ધારકોના ખાતામાં સરકારે રૂ. ૧-૧ હજાર જમા કરાવ્યા છે. તે તેઓ ગમે ત્યારે ઉપાડી શકશે.

રાજયમાં દુધ, શાકભાજી, ફળફળાદી, વગેરે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકારે તકેદારીના પુરતા પગલાં લીધા છે. આમ છતાં કોઇપણ ફરીયાદો મળે તો રાજય સરકાર પોતાના પ્રયાસો કરશે.

રાજયના ૬૬ લાખ કાર્ડધારકોને સરકારે જાહેર કરેલ જાહેરાત મુજબ કાર્ડ ધારકોનાં ખાતામાં રૂ. ૧૦૦૦/- આપવાની પ્રક્રિયા પુરતા હાથ ધરવામાં આવી છે.

રાજય સરકારનાં મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજયમાં જીવન જરૂરીયાતની ચીજો પુરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજયના ૬૬ લાખ કાર્ડ ધારકોને તેમના ખાતામાં રૂ. ૧૦૦૦ આપવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે. અને આ પ્રક્રિયામાં દરેક કાર્ડ ધારકોને વિનંતી છે તમે ગમે ત્યારે તમારા ખાતામાંથી ઉપાડી શકો છો. આના માટે ધકકા મુકકી કરવાની જરૂર નથી તમે ગમે ત્યારે તમારા ખાતામાંથી ઉપાડી શકો છે.

આ ઉપરાંત તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજયના માર્કેટ યાર્ડો ચાલુ થઇ રહ્યા છે અને નાના મોટા ઔદ્યોગિક એકમો ચાલુ થયા છે જેની કારણે શ્રમિકોને રોજગારી મળવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજય સરકાર રાજયની પ્રજાને પૂરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે તે માટે સંપૂર્ણપણે સજાગ છે. રાજય સરકાર રાજયની પ્રજાને જીવનજરૂરી પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તત્પર છે. આમ છતાં હેલ્પ લાઇનની ફરીયાદોનો ત્વરીત નિકાલ કરવામાં આવી રહ્યો છે.

રાજયમાં ઔદ્યોગિક વિસ્તારોના રોજગારીની તકો ઉભી થાય તે માટે રાજય સરકારે તમામ પગલા લેવામાં આવેલ છે.

ઉપરાંત રાજય સરકારે કાર્ડ ધારકના ખાતાઓમાં રૂ.૧૦૦૦/-જમા કરવાની વાત કરી હતી તે મુજબ ૮.૪૭ લોકોને રૂ.૮પ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ છતાં રાજય ૧૩ લાખ કરતા વધુ ફુડ પેકેટો સ્થાનિક સ્વૈચ્છિ સંસ્થાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ.

આ ઉપરાંત લેવલને વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજયમા ર કરોડ ૪૭ લાખ લોકોને ફુડ પેકેટો આપવામાં આવે છે. આમ છતા સરકાર તમામ સેવાઓ માટે વિના મુલ્યે સારવાર કરવા તૈયાર છે.

(3:19 pm IST)