Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ખાડી દેશોમાં રોજીરોટી રળવા ગયેલા ભારતીય મજૂરોના હાલ બેહાલ : કોરોના વાઇરસથી નહીં પણ ભુખેથી મરવાની નોબત : કામ નહીં તો પગાર નહીં : કંપનીઓની ક્રૂરતા

દુબઇ : રોજી રોટી રળવા ખાડી દેશોમાં ગયેલા ભારતીય મજૂરો બેહાલ થઇ ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.વર્તમાન કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કામ મળતું નહીં હોવાથી તેમના માટે ભૂખે મરવાની નોબત આવી છે. અમુક કંપનીઓએ કામ નહીં તો પગાર નહીં ની નીતિ અપનાવતા આ મજૂરો માટે કોરોના વાઇરસથી મરવા કરતા ભૂખે મરવાની નોબત આવી છે.
 ખાડી દેશોમાં કામ કરી રહેલા મૂળ ભારતીય, પાકિસ્તાની, નેપાળી, બાંગ્લાદેશના લોકો પણ ખૂબ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. ત્યાં કામ કરનારા લોકો પાસે પુરતા પૈસા નથી, પર્યાપ્ત ખાવાનું પણ નથી. સાથે જ ટ્રાવેલ પર પ્રતિબંધ લાગવાને કારણે તેઓ પોતાના દેશમાં પણ જઈ શકતા નથી.
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના વર્લ્ડ ફેક્ટબુકના જણાવ્યા મુજબ સાઉદી અરબની કુલ વસ્તીના એક તૃતીયાંશ લોકો વિદેશી છે. એટલે કે બેહરીન અને ઓમાનની અડધી વસ્તી બરાબર છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોમાંથી આવેલા લાખો લોકો ખાડી દેશોના કારખાનામાં નાના-મોટા કામ કરે છે. સાઉદી અરબ અને યુએઈની ઘણી કંપનીઓએ વિદેશી મજૂરોને ઘર પર બેસવાનો આદેશ આપીને સેલેરી આપવાનો ઈન્કાર કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)