Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

નરેન્દ્રભાઈની કોરોના સામે લડતી પડદા પાછળની ટીમ

૧૧ પાવર ગ્રુપનું ગઠનઃ ૬-૬ સભ્યોની ટીમમાં ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ

નવીદિલ્હીઃ નરેન્દ્રભાઈએ કોરોના સામે રણનિતી અને વ્યવસ્થા માટે ૧૧ પાવર ગ્રુપ તૈયાર કર્યા છે. આ ગ્રુપ કોઈ પણ યોજના અને તેને સુચારૂરૂપે લાગુ કરવા માટે જરૂરી પગલા લેવા સ્વતંત્ર છે. કયારેય પણ તેમને કોઈ સલાહની જરૂર પડે તો આ ગ્રુપના સભ્યો સીધો કેબીનેટ સચીવ રાજીવ ગોબાનો સંપર્ક કરે છે. રાજીવ ગોબા વડાપ્રધાન મોદીના મુખ્ય સચીવ પીકે મીશ્રાનો સંપર્ક કરે છે અને શ્રી મિશ્રા નરેન્દ્રભાઈ સુધી વાત પહોંચાડે છે.

નવ સમુહના સચિવ સ્તરના અધિકારી નેતૃત્વ કરે છે. કુલ મળીને ૨૦ સચિવો સાથે ૪૦ ટોપ અધિકારીઓ વિભીન્ન મુદ્દા ઉપર કામ કરી રહ્યા છે. દરેક ગ્રુપ ખાસ ક્ષેત્રમાં સામે આવી રહેલ પ્રશ્નોના ઉપાય સાથે હાઈકમાન્ડ સામે રજુઆત કરે છે.

આ સમગ્ર એકશન ગ્રુપનું ગઠન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કરવામાં આવ્યુ છે. દરેક ગ્રુપમાં ૬ સભ્યો છે અને બધામાં પીએમઓ અને કેબીનેટ સેક્રેટરીએટના સીનીયર સભ્યોનો સમાવેશ કરાયો છે.

ગ્રુપ-૧

- નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પોલ આ ગ્રુપની આગેવાની કરે છે. તેમની જવાબદારી મેડીકલ ઈમરજન્સીમાં વ્યવસ્થાની યોજના તૈયાર કરવાની છે. તેમની ટીમ દવા, ચિકિત્સા ઉપકરણો અને હોસ્પિટલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે.

ગ્રુપ-૨

- પર્યાવરણ મંત્રાલયના સચિવ સીકે મિશ્રા ગ્રુપને લીડ કરે છે. હોસ્પિટલ, આઈસોલેશન અને કોરન્ટાઈન સુવીધાઓ અને ટેસ્ટીંગ તેમના કાર્ય ક્ષેત્રમાં આવે છે.

ગ્રુપ-૩

- ફાર્માસ્યુટીકલ વિભાગના સચિવ પી.ડી.વાઘેલા ગ્રુપના અધ્યક્ષ છે. દવા, ચિત્કીત્સા ઉપકરણો, ડોકટરો અને અન્ય સેવાનું આવાગમન અને દેખરેખની જવાબદારી આ ગ્રુપના શિરે છે. જેમાં વાણીજય, કપડા, સ્વાસ્થ્ય સહિત વિભાગના અધિકારીઓ સામેલ છે.

ગ્રુપ-૪

- આ ગ્રુપના હેડ લઘુ ઉદ્યોગ વિભાગના સચિવ અરૂણ પાંડા છે. તેમનું કામ માનવ સંસાધન અને કેપેસીટી બીલ્ડીંગ વિકસીત કરવાનું છે. લોકડાઉન ખતમ થયા બાદ લોકોની પરેશાનિયોને જેટલુ બને તેટલુ જલ્દી દૂર કરવા અંગે આ ટીમ કાર્ય કરી સૂચનો કરે છે.

ગ્રુપ-૫

- સેનીટેશન વિભાગના સચિવ પરમેશ્વરન અય્યર પાસે આ ગ્રુપની કમાન છે. લોજીસ્ટીકસ પ્રબંધનની દેખરેખ આ ગ્રુપ કરે છે. અનાજથી લઈને ખાદ્ય પદાર્થો સહીત તમામ આવશ્યક વસ્તુઓની આપૂર્તિની ચેઈનનું કામ આ સમિતિ જોઈ રહી છે.

ગ્રુપ-૬

- નીતી આયોગના સીઈઓ અમીતાભ કાંતના વડપણ હેઠળની કમિટિ અંગતક્ષેત્ર, બિન સરકારી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે તાલમેલ બેસાડવાની જવાબદારી નિભાવી રહી છે.

ગ્રુપ-૭

- આર્થીક મામલાના સચિવ અતનુ ચક્રવર્તીની અધ્યક્ષતા વાળુ આ ગ્રુપ સંગઠીત અને અસંગઠીત સહીત જુદા- જુદા ક્ષેત્રોની ચિંતાઓને દુર કરી રહી છે. ઉપરાંત તેઓ અર્થવ્યવસ્થાને લઈને યોજના બનાવી રહ્યા છે.

ગ્રુપ-૮

- સુચના પ્રસારણ સચિવ રવિ મિત્તલ સૂચના, સંચાર અને જાગરૂકતા ફેલાવનારી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. દરેક અફવા કે શંકાસ્પદ ખબર ઉપર આ ટીમ રિએકટ કરે છે અને જયાં કશી ગડબડ હોય ત્યાં તુરંત જ ખંડન જાહેર કરે છે.

ગ્રુપ-૯

- ઈલેકટ્રોનીક અને આઈટી વિભાગના સચિવ અજય સાહનને ગ્રુપની કમાન સોંપાઈ છે. લોકડાઉન દરમિયાન મોબાઈલ અને ઈન્ટરનેટનું સંચાલન વ્યવસ્થિત રાખવામાં આવતી તકલીફો દુર કરવાથી લઈને ડેટા વ્યવસ્થાનું કામ પણ આ ટીમ જ કરે છે. આ ટીમમાં દુરસંચાર વિભાગના સચિવ અંશુ પ્રકાશનો પણ સમાવેશ કરાયો છે.

ગ્રુપ-૧૦

- માનવ સંસાધન વિકાસના સચિવ અમિત ખરે આ ગ્રુપની આગેવાની કરે છે. અલગ- અલગ મંત્રાલયો, વિભાગો, એજન્સીથી જોડાયેલ ફરિયાદો અને સૂચનો મેળવવાનું કામ આ ટીમ કરી રહી છે. ૨૦ એપ્રીલ સુધીમાં ૨૫ હજારથી વધુ ફરિયાદોનું સમાધાન કરી નિકાલ કરવામાં આવેલ.

(12:50 pm IST)