Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

દિલ્હીમાં 2186 કોરોના સંક્રમિત : 611 સાજા થયા : 27 દર્દીઓ આઈસીયુમાં : રિકવરી 28 ટકા:

નવી દિલ્હી :દેશભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો હતો જોકે દિલ્હીમાં રિકવરી દર ઘણો ઊંચો હોવાનું દિલ્હી સરકારે જણાવ્યું છે

દિલ્હીનાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને  જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાનાં અત્યાર સુધી 2186 સંક્રમિતો છે. તેમાંથી 28 ટકા લોકો એટલે 611 લોકો ઠીક થયા છે. 27 દર્દીઓ આઇસીયુમાં છે.

(12:42 pm IST)