Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનની ગાડી પાટે ચડવા લાગી : કોરોના વાઇરસના કહેરમાંથી બહાર આવ્યા : સરકારી અધિકારીઓ સાથે સંવાદ સાધવાનું શરૂ કર્યું

લંડન : કોરોના વાઇરસ પોઝિટિવના કારણે આઇસોલેટ થયેલા બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન આખરે કોરોનાને  મહાત કરી શક્યા છે.તેમણે ધીમી ગતિએ પોતાનું કામ પણ શરૂ કરી દીધું છે.તથા સરકારી અધિકારીઓ સાથે દેશની સમસ્યા બાબતે ચર્ચા કરવાનું પણ શરૂ કરી દીધું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે જોનસન માહિતી મેળવી રહ્યા છે અને તેમણે પ્રમુખ સચિવ ડોમિનિક રાબ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. સોમવારે જોનસને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે વાત કરી હતી અને કેનેડામાં શૂટિંગમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.  
જોનસનને ગત સપ્તાહે સેન્ટ. થોમસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસ સંક્રમણથી તબિયત લથડતા તેમને હોમ કોરન્ટાઈનમાંથી આ હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. બ્રિટનના નિયમો મુજબ દર સપ્તાહે વડાપ્રધાન શાહી પરિવારના શાસક સાથે જાહેર સંબોધન કરે છે. જો કે કોરોનાને પગલે લોકડાઉનની સ્થિતિમાં બાદમાં આ ટેલિફોનિક યોજવાનું નક્કી કરાયું હતું. જોનસન આજે ત્રણ સપ્તાહ બાદ રાણી એઝિલાબેથ બીજા સાથે ટેલિફોન પર સંવાદ કરશે.

(12:39 pm IST)