Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

પાલઘરમાં સાધુઓના લિન્ચિંગમાં મુસ્લિમો સામેલ નથી : મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ જાહેર કર્યા આરોપીઓના નામ

વાયરલ વિડીઓમાં અર્થનું અનર્થ કર્યું : કોરોના સામે લડવાને બદલે કેટલાક લોકો નો મામલાને સાંપ્રદાયિક બનાવ પ્રયાસ

પાલઘરઃ મહારાષ્ટ્ર  સ્થિત પાલઘરમાં  થોડા દિવસ પહેલા સાધુઓનું મૉબ લિન્ચિંગને લઈને મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ એ સ્પષ્ટ કર્યું છે કે, પાલઘરમાં બે સાધુ અને ડ્રાઇવરની હત્યા કરવામાં ઝડપાયેલા લોકોમાં કોઈ પણ મુસ્લિમ નથી.
ઘટનાના સંબંધમાં એક વાયરલ વીડિયો પર દેશમુખે કહ્યું કે, વીડિયોમાં એક અવાજ સંભળાય છે, 'ઓયે બસ'. લોકોએ તેને 'શોએબ બસ' કહીને વાયરસ કર્યો હતો . તમામ રાજ્ય મહામારીથી લડી રહ્યા છે અને કેટલાક લોકો આ મામલાને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેશમુખે કહ્યું કે, સીઆઈડીમાં એક વિશેષ આઈજી સ્તરના અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે. પરંતુ હું એ જણાવવા માંગું છું કે પોલીસે અપરાધના 8 કલાકની અંદર 101 લોકોની ધરપકડ કરી હતી. અમે આજે વોટ્સએપના માધ્યમથી પકડાયેલા આરોપીઓના નામ જાહેર કરી રહ્યા છીએ, આ યાદીમાં કોઈ મુસ્લિમ નથી.

દેશમુખે ફેસબુકના માધ્યમથી કરેલા સંબોધનમાં કહ્યું કે, આ ઘટનાના સંબંધમાં ધરપકડ કરાયેલા લોકોમાં કોઈ પણ મુસ્લિમ નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટના બાદ સાંપ્રદાયિક રાજકારણ કરવામાં આવી રહ્યું છે. કોઈનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે, કેટલાક લોકો 'મુંગેરીલાલ કે હસીન સપને' જોઈ રહ્યા છે. આ રાજકારણ કરવાનો નહીં પરંતુ એક સાથે મળી કોરોના વાયરસ સામે લડવાનો સમય છે.

આ પહેલા સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું હતું કે, પાલઘરની ઘટના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેઓએ સાધુ, ડ્રાઇવર અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો, પોલીસે તે ઘટનાના દિવસે જ તે તમામ આરોપીઓને ધરપકડ કરી લીધી છે. આ અપરાધ અને શરમજનક કૃત્યના અપરાધીઓને આકરો દંડ કરવામાં આવશે.

(12:20 pm IST)