Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોના વાઇરસના માનવ પરીક્ષણ માટે મદદરૂપ થાવ અને 17 હજારથી 59 હજાર રૂપિયા મેળવો : ઈમ્પીરિયલ કોલેજ ઓફ લંડનનું કાર્યકરોને આહવાહન

લંડન : કોરોના વાઇરસના માનવ ઉપર પરીક્ષણ કરવા માટે ઈમ્પીરિયલ કોલેજ લંડન તેમજ યુનિવર્સિટી હોસ્પિટલ સાઉધમ્પ્ટન દ્વારા  સહયોગ આપવા અપીલ કરાઈ છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીનું આ સપ્તાહથી માનવ પરિક્ષણ શરુ થશે. મહામારી વચ્ચે આ સૌપ્રથમ વખત કોરોનાની રસીની શોધના દાવા બાદ માનવ પરિક્ષણ હાથ ધરાઈ રહ્યા છે.
ઈમ્પીરિયલ કોલેજ લંડને સ્વયંસેવકોને આગળ આવવા માટે જાહેરાત કરતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ 18થી 55 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી હોય અને સ્વસ્થ હોય તે પરિક્ષણમાં ભાગ લઈ શકે છે. આ માટે સ્વયંસેવકો ઈમ્પીરિયલ કોલેજ લંડન, યુનિ. હોસ્પિટલ સાઉધમ્પ્ટન અને બ્રિસ્ટલ ચિલ્ડ્રન્સ વેક્સિન સેન્ટરનો સંપર્ક કરી શકે છે.
સ્વયંસેવકોને પરિક્ષણ બદલ રૂ. 17,500-59,000 (190-625 પાઉન્ડ)નું વળતર પણ આપવાની ઓફર કરવામાં આવી છે. બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, તેઓ કોરોના વાયરસની સૌપ્રથમ રસી બ્રિટનમાં શોધાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. સરકાર ઓક્સફોર્ડના વિજ્ઞાનીઓને વધારાના 2 કરોડ પાઉન્ડ આપશે જેથી તેઓ ટ્રાયલ્સ પણ હાથ ધરી શકે. આ ઉપરાંત 2.25 કરોડ પાઉન્ડ ઈમ્પીરિયલ કોલેજ લંડનને આ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)