Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

વડોદરાની દીકરીએ અમેરીકામાં કોરોનાને હરાવીઃ નર્સિંગ હોમમાં ફરી નોકરી પણ શરૂ કરી દીધી

સ્મૃતિ અને તેના પતિને પણ પોઝીટીવ રીપોર્ટ આવતા બંને ત્રણ મહિનાની દીકરી અને પાંચ વર્ષના પુત્રથી અલગ રહ્યાઃ દરરોજ ગરમ પાણીનું સેવન કરતાં

વડોદરાઃ અમેરીકામાં પણ કોરોનાનો કહેર જારી છે, પરંતુ ત્યાં વડોદરાની ફીઝીયો થેરાપીસ્ટ યુવતીએ કોરોનાને હરાવી પોતાની ત્રણ મહિનાની દિકરીને અલગ રાખી ફરીથી ડયુટી શરૂ દીધી છે.

વડોદરાના હરણી-વારસીયા રોડ સ્થિત એક સોસાયટીમાં રહેતા પ્રકાશ પટેલની દિકરી સ્મૃતિ ૨૦૦૯થી અમેરીકામાં રહે છે. તેના લગ્ન હિમાંશુ પટેલ સાથે થયા છે. જે અમેરીકામાં રહે છેે. તે તેના ઘરથી ૩૦ કિ.મી. દુર એક નર્સીંગ હોમમાં નોકરી કરે છે. નર્સીંગ હોમમાં એક ચિકિત્સકના સંપર્કમાં આવ્યા બાદ કોરોનાના લક્ષણ દેખાતા ૬૬ કર્મચારીઓને કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. કોરોનાનો રિપોર્ટ કરાતા સ્મૃતિને પોઝીટીવ રીપોર્ટ આવ્યો. તેના પતિને પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો. બંને  દંપતિ તેની ત્રણ મહિનાની દીકરી અને પાંચ વર્ષના દિકરાને છોડી કવોરન્ટાઇન થઇ ગયા હતા.

કવોરન્ટાઇન દરમિયાન સ્મૃતિ દરરોજ છ લીટર ગરમ પાણીનું સેવન કરી હતી. દસ દિવસ પછી તેનામાં કોરોનાના લક્ષણ ઓછા થવા લાગ્યા અને ૧૪ દિવસમાં સ્વસ્થ થઇ ગયા હતા. અને ફરીથી પરિવાર સાથે રહેવા લાગી અને નર્સીંગ હોમમાં નોકરી પણ ફરીથી શરૂ કરી દીધી છે.

(11:35 am IST)