Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોનાના પ્રહારથી અમેરિકામાં ર કરોડ લોકો બેકારઃ પેટ ભરવા ફુડ બેંકના આશરે

કોરોનાએ સુપર પાવરની હાલત બદતર બનાવી દીધી

વોશિંગ્ટન તા. રર :.. કોરોના વાયરસની ઝપટમાં આવેલા અમેરિકાની આર્થિક રીતે  કમર તુટી ગઇ છે. તેના લીધે અહીંના વિભીન્ન રાજયોમાં લોકડાઉન છે. જેના કારણે ઘણાં ધંધાઓ બંધ થઇ ગયા છે અને બે કરોડ લોકો બેરોજગાર થઇ ગયા છે. આ મહામારીના કારણે બેરોજગાર થયેલા  લોકોને પોતાનું અને પોતાના અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે.

ખાવા માટે લોકો કલાકો સુધી ફુડ બેંકની બહાર લાઇનોમાં પોતાનો નંબર આવવાની રાહ જોતા રહે છે. લોકડાઉન દરમ્યાન મુકાયેલ કડક પ્રતિબંધોના લીધે આ લોકો ખાવ પીવા માટે દાન આપનારાઓ પર નિર્ભર છે, પણ હવે એવો ભય સેવાઇ રહ્યો છે કેએ દિવસો દૂર નથી કે આવા લોકોની સુનામી અમેરિકાને બરબાદ કરશે. પેન્સીલવેનિયાના ગ્રેટર પિટસબર્ગ કમ્યુનીટી ફુડ બેંકમાં લોકડાઉન શરૂ થયુ ત્યારથી જ ફુડ પેકેટની માંગ માર્ચ મહિનામાં ૪૦ ટકા જેટલી વધી ગઇ હતી. આ કેન્દ્રની બહાર લગભગ એક હજાર કાર એ વાતની સાક્ષી પુરી રહી હતી કે અહીં બેરોજગારીની શું સ્થિતિ છે. આ જ રીતે અલગ અલગ ૮ વિતરણ કેન્દ્રોમાં લગભગ રર૭ ટન ફુડ પેકેટો વહેંચાય છે. આ સંગઠનના ઉપપ્રમુખ બ્રાયન ગુલિશનું માનીએ તો ઘણાં લોકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે. તેમાં ઘણા લોકો એવા છે. જેમના માટે આ બધુ પહેલી વાર છે. તેમણે આવી ખરાબ હાલત પહેલા કયારેય નથી જોઇ.

તેમણે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ પેન્સિલવેનિયામાં ૩પ૦ ફુડ બેંક છે પણ લોકોને તેની માહિતી નથી એટલે લોકો એક જ કેન્દ્ર પર આવીને પોતાનો વારો આવવાની રાહ જુએ છે. તેના લીધે કેટલાક સેન્ટરો પર લોકોની  લાંબી કતારો જોવા મળે છે.

(11:32 am IST)