Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

વિશ્વમાં કુલ કેસ ૨૫.૭૨ લાખ : મૃત્યુઆંક ૧,૭૮,૦૦૦ને પાર

અમેરિકામાં ૨૪ કલાકમાં ૨૮૦૦થી વધુના મોત : મૃત્યુઆંક ૪૫ હજારને પાર : સંક્રમિતોની સંખ્યા ૮ લાખને પાર : સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા ૨,૦૮,૩૮૯ અને ૨૧,૭૧૭ના મોત : દ.કોરિયામાં ૨૪ કલાકમાં ૧૧ નવા કેસ નોંધાયા અને કુલ સંક્રમિતો ૧૦,૬૯૪

નવી દિલ્હી તા. ૨૨ : કોરોનાથી વિશ્વમાં અત્યાર સુધીમાં ૨૫,૬૫,૯૦૫ કેસ નોંધાતા તેમજ મૃત્યુઆંક ૧,૭૭,૭૮૯એ પહોંચ્યો છે તેમજ કુલ ૬,૯૬,૯૦૭ લોકો સ્વસ્થ થયા છે. કોરોનાના કહેરે અમેરિકામાં ભયાનક રૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોનાના ૨૭૫૧ લોકોના મોત થયા છે તેમજ સંક્રમિતોની સંખ્યા ૮ લાખને પાર પહોંચી છે તેમજ મૃત્યુઆંક ૪૫ હજારને પાર પહોંચ્યો છે.

ઇટાલીમાં સંક્રમણમાં પ્રથમવાર ઘટાડો જોવા મળ્યો. ઇટાલીના વડાપ્રધાને ૪ મે બાદ લોકડાઉનમાં છુટ આપવાનું એલાન કરશે. ગઇકાલે ઇટાલીમાં ૫૩૪ના મોત અને ૨૭૨૯ કેસ મળ્યા. ઇટાલીમાં અત્યાર સુધીમાં ૨૪,૬૪૮ના જીવ ગયા છે તેમજ ૮૩,૯૫૭ સંક્રમિત છે.

દક્ષિણ આફ્રીકામાં ૨૭ માર્ચથી લોકડાઉન છે. રાષ્ટ્રપતિએ ગઇકાલે ૨૬ અરબ ડોલરના રાહત પેકેજની ઘોષણા કરી છે. આ દેશના જીડીપીના ૧૦ ટકાના બરાબર છે. સાઉદી અરબમાં સરકાર રમજાનના કારણે લોકડાઉનમાં રાહત આપવા પર વિચાર કરી રહી છે. સરકારે સોમવારે રાત્રે પવિત્ર સ્થળો મક્કા અને મદીનામાં નમાજ માટે રાહત આપી છે ત્યાં અત્યાર સુધીમાં ૧૧,૬૩૧ સંક્રમિત છે. જ્યારે ૧૦૯ લોકોના મોત થયા છે.

દક્ષિણ કોરીયામાં ૨૪ કલાક દરમિયાન ૧૦ નવા કેસ નોંધાયા. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦,૬૭૪ થઇ છે તેમજ કુલ મૃત્યુઆંક ૨૩૮ થઇ છે. દેશમાં છેલ્લા પાંચ દિવસથી સતત સંક્રમિતોના એક દિવસનો આંકડો ૨૦થી ઓછો રહ્યો છે.

જર્મનીમાં અત્યાર સુધીમાં ૧,૪૮,૪૫૩ કેસ નોંધાયા છે તેમજ ૫,૦૮૬ના મોત થયા છે તેમજ ચીનમાં ૩૦ નવા કેસ નોંધાયા છે. મૃત્યુઆંકની પુષ્ટિ થઇ નથી.

રશિયાનું પાટનગર મોસ્કોમાં ૨૪ કલાકમાં ૨૮ના મોત થયા છે તેથી મૃત્યુઆંક વધીને ૨૬૧ પહોંચ્યો છે. મોસ્કોમાં કોરોનાના ૨૯,૪૩૦ કેસની પુષ્ટિ થઇ છે તેમજ ૨૦૫૦ દર્દીઓ સ્વથ્ય થયા છે. રશિયામાં કુલ ૫૨,૭૦૦ કેસ સામે આવ્યા છે. ૪૫૬ લોકોના મોત થયા છે. જ્યારે ૩૮૭૦ દર્દીઓ સ્વસ્થ થયા છે.

વિશ્વમાં કોરોનાની સ્થિતિ

 

 

અમેરિકા

 

 

કુલ કેસ

:

૮,૧૯,૧૭૫

મૃત્યુઆંક

:

૪૫,૩૪૩

સ્પેન

 

 

કુલ કેસ

:

૨,૦૮,૩૮૯

મૃત્યુઆંક

:

૨૧,૭૧૭

ફ્રાંસ

 

 

કુલ કેસ

:

૧,૫૮,૦૫૦

મૃત્યુઆંક

:

૨૦,૭૯૬

ઇટાલી

 

 

કુલ કેસ

:

૧,૮૩,૯૫૭

મૃત્યુઆંક

:

૨૪,૬૪૮

જર્મની

 

 

કુલ કેસ

:

૧,૪૮,૪૫૩

મૃત્યુઆંક

:

૫૦૮૬

લંડન

 

 

કુલ કેસ

:

૧,૨૯,૦૪૪

મૃત્યુઆંક

:

૧૭,૩૩૭

(3:30 pm IST)