Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

બ્રિટનમાં ઓકસફર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલ કોરોના વેકસીનની કાલથી ટ્રાયલ

આ વેકશીન માટે ૨૨.૫ મિલિયન સંશોધન કરવા માટે ખર્ચ કરશે.

નવી દિલ્હી : બ્રિટનમાં  ગુવારથી કોરોના વાયરસ વિદ્ધ રસીની ટ્રાયલ શ કરવા જઈ રહ્યું છે. ઓકસફર્ડ યુનિવર્સિટીએ આ રસી તૈયાર કરી છે આ માટે બ્રિટિશ સરકારે ૨૦ કરોડ પાઉન્ડ (૧૮૯ કરોડ પિયા) ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

બ્રિટનના આરોગ્ય સચિવ મૈટ હેનકોકે કહ્યું કે આરોગ્ય મંત્રાલય આ રસી તૈયાર કરવા માટે જે પણ કરવુ પડે તે માટે તૈયાર છે. કારણ કે આ કોરોના વાયરસ સામે લડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. હેનકોકે વધુમાં કહ્યું કે, બ્રિટિશ સરકાર ઇમ્પિરિયલ કોલેજ લંડનને આગામી તબક્કાની તૈયારી માટે આપશે. આ વેકશીન માટે ૨૨.૫ મિલિયન સંશોધન કરવા માટે ખર્ચ કરશે.


તેમણે કહ્યું, આ રસી તૈયાર કરવામાં વર્ષેા લાગ્યા હોત. પરંતુ બ્રિટન આ રોગચાળા સામે લડવામાં મોખરે છે. કોઈપણ દેશની સરખામણીમાં સૌથી વધુ પૈસા ખર્ચવામાં આવે છે. વેકસીન ઉત્પાદન ટ્રાયલ અને ભૂલો માટે તૈયાર છે કેમકે આ વેકસીનની ટ્રાયલમાં ભૂલ થાય તો મોટુ નુકસાન થશે. અને તે માટે પણ તૈયાર છે.

બ્રિટિશ સરકારની જાહેરાત પહેલાં, બ્રિટનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૭,૩૩૭ થઈ ગઈ છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય અને ૮૨૮ લોકોના મોતની જાણકારી આપી. તે જ સમયે, બ્રિટેનમાં અત્યાર સુધીમાં ૧,૨૫,૮૫૬ લોકોને કોવિડ -૧૯ નો ચેપ લાગ્યો છે

(11:27 am IST)