Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

નાગપુર પોલીસે શેલ્ટર હોમમાં ઓપન થિયેટર બનાવ્યું, એમાં પહેલી ફિલ્મ તાન્હાજી બતાવી

નાગપુર તા. રર : નાગપુર પોલીસે બેઘર લોકો અને રોજી પર કામ કરતા તથા સ્થળંાતરી મજુરો માટે બનાવેલા શેલ્ટર હોમમાં આશ્રય લેતા લોકોને ખુશ કરવા માટે શકય એટલા બધા પ્રયાસ કર્યા છે. નાગપુર પોલીસે તાજેતરમાં શરૂ કરેલા શેલ્ટર હોમમાં આશ્રય લેતા લોકોની કોરોના બીમારીની ચિંતા અને એકાંતનો વસવસો દૂર કરવા માટે મનોરંજનની વિશેષ કાળજી રાખી છે. તેમણે અઠવાડિયાના આરંભમાં મુખ્ય ભૂમિકાઓમાં અજય દેવગન અને કાજોલને ચમકાવતી 'તાન્હાજી' ફિલ્મ બતાવતાં બધા ખુશ થઇ ગયા હતા. ઓપન થિયટરમાં માસ્ક પહેરીને ફિલ્મ જોતા લોકોનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

(10:35 am IST)