Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મુંબઇ પછી હવે ચેન્નઇમાં પણ ન્‍યૂઝ ચેનલના રપ કર્મચારી કોરોના વાયરસ પોઝીટીવ, રોકવો પડયો લાઇવ શો

દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધતો જાય છે. દેશના અલગ-અલગ ભાગમાં સતત આ લોકોને કોરોના વાયરસ પોઝીટીવ હોવાના સમાચાર સામે આવ્‍યા છે, જે આના વિરૂધ્‍ધ જંગ લડી રહ્યા છે.

મુંબઇ પછી હવે ચેન્નઇમાં પણ ન્‍યૂઝ ચેનલના રપ કર્મચારી કોરોના વાયરસ પોઝીટીવ જોવા મળ્‍યા છે. આ ન્‍યૂઝ ચેનલના લગભગ ૯૪ લોકોને કોરોના વાયરસ ટેસ્‍ટ કરાવવામાં આવ્‍યો છે.

આના કારણ ચેનલને પોતાનો લાઇવ પ્રોગ્રામ પણ સસ્‍પેન્‍ડ કરવો પડયો છે. અન્‍ય લોકોને કોરોનટાઇન કરવામાં આવ્‍યા છે.

(12:00 am IST)