Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોનાના સંકટ વચ્ચે લગ્ન : બાઈક પર આવી જાન : દુલહનને બાઇકમાં જ કરાવાઈ વિદાઈ

લોકડાઉનના નિયમોનું પાલન કરીને નિયત તારીખે જ લગ્ન કરાવાયા

 

લખનૌ : કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન, દરેકને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં પણ મંગળવારે કંઈક આવું જોવા મળ્યું. લોકડાઉન વચ્ચે લગ્ન થયાં હતાં, ત્યારબાદ વરરાજાને બાઇક પર દુલ્હનને વિદાય કરાવીને ઘરે લાવવી પડી હતી.

લગ્નના સાત ફેરા બાદ પરિવારે કન્યાને વિદાય આપી હતી. વરરાજા બાઇક પર વહુને લઈને ઘરે પરત ફર્યા હતા. થાણા સિંગાહીની ગ્રામ પંચાયત નિબોરીયાના મઝરા પ્રેમનગરમાં રહેતા રાજેશના થાણા નિહાસનના ઝાંડી ગામની રહેવાસી રાધિકા સાથે લગ્ન થવાના હતા.

લગ્નની તમામ તૈયારીઓ 20 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી , પરંતુ લોકડાઉનને કારણે , ભવ્યતા સાથે કાર્યક્રમો થઈ શક્યા નહિ. બંને પરિવારોએ સામાજિક અંતર બનાવીને અને લોકડાઉનનાં નિયમોનું પાલન કરીને નિયત તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું.

સોમવારે વરરાજા તેના પિતા અને ભાઈઓ સાથે ચાર બાઇક ઉપર જાન લઈને પહોંચ્યો હતો. તેણે ધાર્મિક વિધિ સાથે સાત ફેરા લીધા હતા અને સાંજે તે કન્યાને બાઇક પર ઘરે લઈ ગયો હતો 

(12:37 am IST)