Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

દર્દીઓના સાજા થવાનો દર ૧૭.૪૮ ટકા કેસ બમણા થવાની ઝડપ પણ ઘટી

નવી દિલ્લીઃ  સ્વાસ્થ્ય મંત્રાલયએ બતાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૩૩૫ નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી કુલ ૧૮ હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે

સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલાય અને આઇસી એમ.આરએ સંવાદદાતા સંમેલનમાં કોરોના વાયરસને લઇ ઘણી જાણકારી આપી પ્રેસ કોન્ફરન્સમાં કોવિડ-૧૯૮ પર ગઠિત એમ્પાયર્ડ ગ્રુપ-૪ના ચેરમેન અરવિંદ પાંડા પણ હાજર રહ્યા હતા.

૨૩  રાજયોના ૬૧ જિલ્લામા ૧૪ દિવસથી કોઇ નવો કેસ આવ્યો નથી. સંક્રમણનો દર પણ ઓછો થઇ રહ્યો છે. સાથે દર્દીઓના સાજા થવાનો દર ૧૭.૪૮ ટકા છે.

 

(12:00 am IST)