Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કેરળે કોરોના સામેના યુદ્ધમાં દેશને રસ્તો બતાવ્યો : નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કર્યા વખાણ

સામાજિક અંતર અને માસ્ક પહેરવું એ આપણા જીવનનો ભાગ થઈ જશે.

નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉનછે, પરંતુ દરરોજ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ચેપગ્રસ્ત લોકોનો આંકડો 19 હજારને પાર કરી ગયો છે. આ દરમિયાન કેરળ, ગોવા અને મણિપુરે કોરોના સામે વિજય મેળવીને દેશને રસ્તો બતાવ્યો છે.

 નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે પણ આ રાજ્યો ખાસ કરીને કેરળ સરકારની પ્રશંસા કરી છે. અમિતાભ કાંતે કહ્યું કે અલબત્ત કેરળે કોરોના સામેના યુદ્ધમાં દેશને રસ્તો બતાવ્યો છે, પરંતુ આ રોગચાળા પછી આપણું જીવન પહેલા જેવું નહીં રહે. આમાં ઘણા ફેરફારો આવશે. સામાજિક અંતર અને માસ્ક પહેરવું એ આપણા જીવનનો ભાગ થઈ જશે.

અમિતાભ કાંતે વધુમાં કહ્યું કે કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ જાનહાની થઈ છે. તેથી લોકકડાઉન સમાપ્ત થયા પછી પણ આ રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીશું. દિલ્હી, ઈન્દોર, અમદાવાદમાં પણ ધ્યાન આપવામાં આવશે.

(12:00 am IST)