Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

સાત રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15653 પહોંચી: દેશના કુલ કેસના 80 ટકા

મહારાષ્ટ્રમાં 5218, ગુજરાતમાં 2178, દિલ્લીમાં 2156, રાજસ્થાનમાં 1659, તામિલનાડુમાં 1596 કેસ

 

નવી દિલ્હી : દેશમાં પણ કોરોનાનો આંક 20 હજારે પહોંચવા આવ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19961 થઈ છે. દેશમાં આજે વધુ 1418 કેસ નોધાતા કોરોના સંક્રમણનો આંક વધ્યો છે

દેશના 7 રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15653 થઈ છે. મહારાષ્ટ્રમાં 5218, ગુજરાતમાં 2178, દિલ્લીમાં 2156, રાજસ્થાનમાં 1659, તામિલનાડુમાં 1596, મધ્ય પ્રદેશમાં 1552 સાથે ઉત્તર પ્રદેશમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 1294 થઈ છે. આમ દેશના 78 ટકા સંક્રમિતો ફક્ત સાત રાજ્યોમાં છે.

-- 

(10:09 pm IST)