Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ICICIની વોઇસ બેંકિંગ અનોખી સર્વિસ શરૂ કરાઈ

સર્વિસ શાખાની મુલાકાત વિના સુવિધા

અમદાવાદ,તા.૨૧ : કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન વચ્ચે ગ્રાહકોને ઉપયોગી સેવા પરી પૂરી પાડવાના ભાગરૂપે આઇસીઆઇસીઆઈ બેંકે આજે જાહેરાત કરી હતી કે, બેંકે એનું એઆઈ પાવર્ડ મલ્ટિ-ચેનલ ચેટબોટ આઇપાલને વિશ્વની બે સૌથી વધુ લોકપ્રિય વોઇસ આસિસ્ટન્ટ એપ – એમેઝોન એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ સાથે ઇન્ટિગ્રેટ કરી છે, જેથી એના રિટેલ બેંકિંગ ગ્રાહકો સિમ્પલ વોઇસ કમાન્ડ સાથે વિવિધ બેંકિંગ સર્વિસનો લાભ મેળવી શકશે. જ્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને પગલે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે,

       ત્યારે ગ્રાહકોને ઘરેથી બેંક સાથે સતત જોડાયેલા રહેવાની વધુ એક નવીન સુવિધા ઓફર કરવામાં આવી છે. લોકડાઉનમાં સર્વિસ શાખાની મુલાકાત લીધા વિના સતત ચોવીસ કલાક આ સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. આઇસીઆઇસીઆઇ બેંકે અનેક નવી ડિજિટલ પહેલો શરૂ કરી છે, જેમાં વ્હોટ્સએપ પર ચેટ આધારિત બેંકિંગ સર્વિસીસ અને ડિજિટલ બેંકિંગના સેટ આઇસીઆઇસીઆઈસ્ટેક, રિટેલ અને વ્યવસાય એમ બંનેને ગ્રાહકોને સતત બેંકિંગ અનુભવ સુનિશ્ચિત કરવા એપીઆઈ (એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ) સામેલ છે. એમાં નવી સુવિધા વોઇસ બેંકિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. આઇસીઆઇસીઆઈસ્ટેક આશરે ૫૦૦ સર્વિસ પૂરી પાડે છે, જે ગ્રાહકોને લગભગ તમામ બેંકિંગ જરૂરિયાતો પૂરી પાડે છે,

       જેમાં ડિજિટલ એકાઉન્ટ ખોલવા, લોન સોલ્યુશન્સ, પેમેન્ટ સોલ્યુશન્સ, ઇન્વેસ્ટમેન્ટ અને કેર સોલ્યુશન જેવી જરૂરિયાતો સામેલ છે. વોઇસ બેકિંગની ઓફરનો લાભ લેવા ગ્રાહકોને એલેક્સા/ગૂગલ આસિસ્ટન્ટની તથા સુરક્ષિત ટૂ ફેક્ટર ઓથેન્ટિફિકેશન પ્રોસેસ દ્વારા તેમના આઇસીઆઇસીઆઈ બેંક ખાતાને લિન્ક કરવાની જરૂર છે. પછી તેઓ એલેક્સા/ગૂગલ આસિસ્ટન્ટ અનેબલ્ડ ડિવાઇઝને તેમના પ્રશ્રો વિશે જણાવી શકે છે, જેથી તેઓ તેઓ સેવિંગ્સ એકાઉન્ટ બેલેન્સ અને ક્રેડિટ કાર્ડની વિગતોની જાણકારી મેળવી શકે છે, જેમાં બાકી નીકળતી તારીખ, બાકી નીકળતી રકમ અને છેલ્લાં પાંચ વ્યવહારો સામેલ છે.

       ઉદાહરણ તરીકે ગ્રાહકો પૂછી શકે છે કે, એલેક્સા, વ્હોટ ઇઝ માય એકાઉન્ટ બેલેન્સ? પછી બેંક પ્રાઇવેટ રીતે માહિતી મોકલશે અને બેંકમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા સુરક્ષિત રીતે આપશે. ઉપરાંત તેઓ બેંકના વિવિધ પ્રોડક્ટ અને સર્વિસ સાથે સંબંધિત પ્રશ્રો પૂછી શકે છે, જે આઇપાલ એલેક્સા/ગૂગલ આસિસ્ટન્ટ અનેબલ્ડ ડિવાઇઝ દ્વારા મોટેથી વાંચી સંભળાવશે. આ પહેલ પર આઇસીઆઇસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનુપ બાગ્ચીએ કહ્યું હતું કે, અમારા ગ્રાહકોને ડિજિટલ સુવિધા પૂરી પાડવા અમારો હંમેશા પ્રયાસ છે.

(12:00 am IST)