Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

હોન્ડા દ્વારા પણ સ્પ્રેયર્સના ૨૦૦થી વધુ યુનિટ સુપ્રત

યુનિટથી સેનિટાઇઝેશનની પ્રક્રિયા

અમદાવાદ,તા.૨૧ : કોવિડ-૧૯માં રાહત આપવાના પ્રયાસો માટે પોતાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરીને ભારતમાં કાર્યરત હોન્ડા ગ્રૂપની તમામ કંપની માટે કામ કરતી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) શાખાએ શ્રી એમ.એન.પટેલ (નાયબ કલેક્ટર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગાંધીનગર, ગુજરાત)ને હોન્ડા એન્જિન પાવર્ડ હાઈ પ્રેશર બેકપેક સ્પ્રેયર્સના ૨૦૦થી વધારે યુનિટ સુપરત કર્યા હતા. જેના કારણે સેનિટાઇઝેશનની પ્રક્રિયા વધુ ઝડપથી પૂર્ણ કરવામાં બહુ મહ્ત્વની મદદ મળી રહેશે.

          આ હાઈ પ્રેશર બેકપેક સ્પ્રેયર્સ ૪-સ્ટ્રોક ટેકનોલોજી સાથ બનેલા છે અને હોન્ડાનું વિશ્વસનિય એન્જિન ધરાવે છે. આ પર્યાવરણને અનુકૂળ અને પોર્ટેબલ મશીનોનો ઉપયોગ બહુમાળી બિલ્ડિંગોમાં સરળતાપૂર્વક થઈ શકશે અને એનાથી સેનિટાઇઝેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળશે, કારણ કે વધારે ઝડપ સાથે સ્પ્રે કે ફુવારો દૂર સુધી થઈ શકે છે. ઉપરાંત આ મુશ્કેલ સ્થિતિસંજોગોમાં ગરીબો અને વંચિત લોકોની સારસંભાળ રાખવા માટે હોન્ડાએ તા.૩ એપ્રિલ, ૨૦૨૦થી ગુજરાતનાં વિઠ્ઠલાપુરમાં દરરોજ ૧,૦૦૦ ફૂડ પેકેડનું વિતરણ પણ શરૂ કર્યું છે. હોન્ડા દ્વારા ગરીબ, જરૂરિયાતમંદ અને શ્રમિકોને રોજેરોજ આ ફુટપેકેટનું વિતરણ કરી લોકડાઉનની પરિસ્થિતિમાં તેમના માટે ભોજનની સેવા પૂરી પડાઇ રહી છે.

(12:00 am IST)