Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ક્રૂડ ઓઇલની કિમંતમાં અનપેક્ષિત ઘટાડો છતા ભારતમાં પેટ્રોલ 69 રૂપિયે કેમ? : રાહુલ ગાંધી

આ સમયે કિમંતમાં જે ઘટાડો થાય તે આવકાર્ય છે, સરકાર આ ક્યારે સાંભળશે?

નવી દિલ્હી : કોરોના સંકટને કારણે ક્રૂડ ઓઇલની કિમંત સોમવારે શૂન્ય ડૉલર/ બેરલથી પણ નીચે સરકી છે ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે 

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, દુનિયામાં ક્રૂડ ઓઇલની કિમંત અનપેક્ષિત આંકડાઓ પર આવી ગઇ છે, છતા આપણા દેશમાં પેટ્રોલ રૂપિયા 69, ડીઝલ રૂપિયા 62 પ્રતિ લીટર કેમ? આ સમયે કિમંતમાં જે ઘટાડો થાય તે આવકાર્ય છે, સરકાર આ ક્યારે સાંભળશે?

(12:00 am IST)