Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

અમેરિકાએ ઇમિગ્રેશન ઉપર કામચલાઉ પ્રતિબંધનો નિર્ણય લેતા ભારતીય કંપનીઓ દ્વિધામાં : હજુ સુધી લેખિત આદેશ બહાર પડ્યો નથી : અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા અને હાલમાં વિદેશ સ્થિત ઇન્ડિયન અમેરિકન નાગરિકોને પરત ફરતા રોકી શકાય નહીં : ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ કોર્ટના દ્વાર ખખડાવાય તેવી શક્યતા

વોશિંગટન : વર્તમાન કોરોના વાઇરસના હાહાકારને ધ્યાને લઇ નાણાંકીય બિઝનેસ ઠપ્પ થઇ જતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકન ફર્સ્ટની નીતિને ધ્યાને લઇ ઇમિગ્રેશન ઉપર કામચલાઉ પ્રતિબંધ લાદી દેવાનો નિર્ણય લીધો છે.જેના ભારે ગંભીર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ખાસ કરીને ગ્લોબલ ભારતીય કંપનીઓ તથા ઇન્ડિયન અમેરિકન નાગરિકો માટે ભારે મોટી દ્વિધા ઉભી થઇ છે.જે અંતર્ગત જાણવા મળતી વિગતો મુજબ હજુ સુધી લેખિત આદેશ બહાર પડ્યો નથી તેથી તેમાં શું જોગવાઈ છે તે જાણ્યા પછી નિર્ણય લેવાશે
એક અનુમાન મુજબ ટ્રમ્પના નિર્ણયને કોર્ટમાં પડકારશે સાથોસાથ જેઓ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે.અને હાલમાં દેશ બહાર છે.તેમનો પરત ફરવાનો અધિકાર રોકી શકાય નહીં
ટ્રમ્પના આદેશનો જો અમલ થશે તો લાખો ભારતીયોનું અમેરિકાનું ડ્રિમ રોળાઈ જશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:50 pm IST)