Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

જાપાનમાં ફસાયેલા 220 ભારતીયો વતન પાછા ફરવાની ચિંતામાં : ભારતીય દૂતાવાસ સમક્ષ રજુઆત

ટોક્યો : કોરોના વાઇરસની મહામારીને કારણે જાપાનમાં ભારતના 220 જેટલા વતનીઓ ફસાઈ ગયા છે.જેમાં કોઈ સંશોધન માટે ગયા હતા તો કોઈ વિશેષ અભ્યાસ માટે અને અમુક લોકો પ્રવાસ માટે ગયા હતા.જેઓ પાસે હવે નાણાં પણ ખલાસ થઇ ગયા છે.તેમજ તેમના હેલ્થ ઇન્સ્યુરન્સની મુદત પણ પુરી થઇ ગઈ છે.અમુક યુવાનોને વતનમાં મળેલી જોબ માટેની ઓફર પણ અટકી પડી છે.આ તમામ ભારતીયો વતનમાં પરત ફરવાની ફિરાકમાં છે.જેઓએ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી યોગ્ય વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી છે.
       ઉલ્લેખનીય છે કે જાપાનમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ 70 હજારને આંબી ગઈ છે. પરિણામે અમુક વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:31 pm IST)