Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

સિંગાપોરમાં લોકડાઉનની મુદત 1 જૂન સુધી લંબાવાઈ : એક જ દિવસમાં નવા 1111 કેસ : મોટા ભાગના વિદેશી શ્રમિકો : કુલ સંખ્યા 9 હજારને પાર

સિંગાપોરમાં : સિંગાપોરમાં કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યામાં થઇ રહેલા વધારાને કારણે સરકારે લોકડાઉનની મુદત 4 મે ના રોજ પુરી થતી હતી તેમાં 4 સપ્તાહનો વધારો કરી 1 જૂન સુધી લંબાવી દેવાનો નિર્ણય કર્યો છે.
       ઉલ્લેખનીય છે કે દેશમાં શાળા,કોલેજો ,તથા ઓફિસો 4 મેથી શરૂ કરી દેવાની ગણતરી હતી.પરંતુ એક જ દિવસમાં 1111 નવા સંક્રમિત કેસ થતા કુલ કેસની સંખ્યા 9 હજારને વટાવી ગઈ છે.જેમાં વિદેશી શ્રમિકોની સંખ્યા વધુ જોવા મળી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)