Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

બિહારના મુખ્ય પ્રધાનને ઉડાવી દેવાની ફોન કરી ધમકી આપનાર સુરતમાંથી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનાર યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડીને બિહાર પોલીસને સોંપ્યો

પટના :બિહારના મુખ્ય પ્રધાનને ફોન કરીને ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતમાંથી ઝડપાયો છે.ધમકી આપનાર વ્યક્તિ સુરતમાં હોવાની બાબત બિહાર પોલીસને જાણમાં આવી હતી. જેના કારણે બિહાર પોલીસે, સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માંગી હતી.

  સુરત ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનાર યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડીને બિહાર પોલીસને સોંપ્યો હતો. ઝડપાયેલ યુવાનનુ નામ અંકિત મિશ્રા હોવાનું સામે આવ્યું હતું. તે મજૂરીકામ કરતો હતો. અંકિત મિશ્રાએ ગુગલ પર નંબર સર્ચ કરીને ફોન કરીને ધમકી આપી હતી.

(9:11 pm IST)