Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા: સાંજે 4.12 કલાકે 2.7ની તીવ્રતાનો ધરતીકંપ

 નવી દિલ્હી :  દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે આંચકો હળવો હતો. બુધવારે સાંજે 4.12 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 2.7 માપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સતત બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે પણ દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મંગળવારે આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 હતી.

(8:46 pm IST)