Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

હાઈકોર્ટ અને નીચલી અદાલતોએ એકદમ સમજી વિચારીને પોતાનું નિવેદન આપવું જરૂરી: સુપ્રિમકોર્ટની મહત્વની ટકોર

-- સુપ્રીમ કોર્ટે કહ્યું- હવે કેસોની સુનાવણી ઓનલાઈન થાય છે. જેથી કોર્ટે આપેલા નિવેદનનો પડઘો ખૂબ દૂર સુધી પડે છે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશની નીચલી અદાલતોને સુનાવણી વખતે ખૂબ સાવધાન થઈને ટિપ્પણી કરવાના ટકોર કરી છે, કોર્ટે કહ્યું, આ ખૂબ જ જરૂરી છે કે કેસની સુનાવણી વખતે હાઈકોર્ટ અને નીચલી અદાલતો એકદમ સમજી વિચારીને પોતાનું નિવેદન આપે.

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, હવે કેસોની સુનાવણી ઓનલાઈન થાય છે. જેથી કોર્ટે આપેલા નિવેદનનો પડઘો ખૂબ દૂર સુધી પડે છે. ન્યાયિક સિસ્ટમમાં ટ્રાન્સપરન્સીની વાત કરતા તેમણે આગળ કહ્યું કે, ઓનલાઈન સુનાવણી આવી ગયા બાદ તેની પારદર્શિતા ક્યારેય જોવામાં આવી નથી.

આગળ કોર્ટે કેસોના ઓનલાઈન ટેલિકાસ્ટના મુદ્દા પર જણાવ્યું હતું કે, કોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ દૂરગામી પરિણામ લાવી શકે છે અને સામેના પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.

 

પીઠે વધુમાં જણાવ્યું હતું કે, એવી પરિસ્થિતિમાં કોર્ટ માટે એ જરૂરી છે કે તે સામેના પક્ષો વિરૂદ્ધ ટિપ્પણી કરતા અને વધારે સતર્કતા ધરાવે. તેમણે કહ્યું- કોર્ટ પણ ટિપ્પણી ત્યારે જ કરે જ્યારે તે ઉચિત સ્ટેજ પર ઉચિત ન્યાયિક પ્રણાલી સાથે ન્યાયિક હેતુઓ પૂર્ણ કરીલે.

(8:20 pm IST)