Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ સન્માન સમારોહ: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણ, કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ: રાકેશ ઝુનઝુનવાલા મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓને પદ્મ સન્માન આપી રહ્યા છે. રાષ્ટ્રપતિએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

  રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહમાં વર્ષ-2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરાયા. આ પદ્મ પુરસ્કારોમાંથી 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ પણ સામેલ છે. રાષ્ટ્રપતિએ સૌપ્રથમ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું સન્માન કર્યું હતું, તેમની પુત્રીને આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ ભૂષણ એનાયત કરાયું હતું.  

આ મહાનુભાવોને અપાયા એવોર્ડ

પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.કૃષ્ણાને પદ્મ વિભૂષણ

પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષણ

જાણીતા ભાષાશાસ્ત્રના પ્રોફેસર કપિલ કપૂરને પદ્મ ભૂષણ

ભારતમાં આધુનિક આર્કિટેક્ચરના પ્રણેતા બાલકૃષ્ણ દોશીને (મરણોત્તર) પદ્મ વિભૂષણ

ચોખાની 50 થી વધુ સ્વદેશી જાતોનું સંરક્ષણ કરનાર ચોખાની ખેતી કરનાર વાયનાડના કુરચિયા આદિવાસી ખેડૂત રમણ ચેરુવયલ પદ્મશ્રીથી સન્માનિત

એર ઈન્ડિયા કનિષ્ક પ્લેન બોમ્બ બ્લાસ્ટમાં પરિવારને ગુમાવ્યા બાદ ગરીબોની સેવા કરવા હેતુ સમર્પિત કાર્યકર્તા સંકુરાત્રી ચંદ્રશેખરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત

   
(8:16 pm IST)