Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મહાત્‍મા ગાંધીના પૌત્રી ઉષાબેન ગોકાણીનું મુંબઇમાં અવસાન

રાજકોટ, તા. રર : મહાત્‍મા ગાંધીની પૌત્રી ઉષા ગોકાણીનું મંગળવારે મુંબઈમાં નિધન થયું હતું. તે ૮૯ વર્ષની હતી અને લાંબા સમયથી બીમાર હતા. મણિ ભવનના એક્‍ઝિકયુટિવ સેક્રેટરી મેઘશ્‍યામ અજગાંવકરે જણાવ્‍યું હતું કે ૮૯ વર્ષીય ગોકાણી છેલ્લા પાંચ વર્ષથી સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓથી પીડિત હતા.

ગોકાણી ગાંધી સ્‍મારક નિધિ, મુંબઈના ભૂતપૂર્વ પ્રમુખ હતા. તે મણિ ભવનમાં જ સ્‍થિત છે. ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં મણિભવનનું વિશેષ મહત્‍વ છે.ઉષા ગોકાણીએ તેમનું બાળપણ વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં વિતાવ્‍યું હતું. આ આશ્રમની સ્‍થાપના મહાત્‍મા ગાંધીએ કરી હતી.

ગાંધી સ્‍મારક નિધિ, મુંબઈની સ્‍થાપના સંખ્‍યાબંધ રચનાત્‍મક પ્રવળત્તિઓના સંચાલન અને પ્રોત્‍સાહનના ઉદ્દેશ્‍ય સાથે કરવામાં આવી હતી. મહાત્‍મા ગાંધી તેમના જીવનકાળ દરમિયાન તેની સાથે જોડાયેલા હતા. મહાત્‍મા ગાંધી ૧૯૧૭ થી ૧૯૩૪ સુધી ઘણી વખત મણિ ભવનમાં રોકાયા હતા.

(11:50 am IST)