Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભારતના ટોપ-૧૦ લોકપ્રિય અભિનેતાઓમાંથી ૭ સાઉથનાઃ બોલીવુડમાંથી માત્ર ત્રણ નામ

શાહરૂખ - સલમાન -અક્ષયે બચાવી બોલીવુડની ઇજ્જત

મુંબઇ, તા.૨૨: છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ માટે કંઈ ખાસ રહ્યું નથી. એક તરફ જ્‍યાં ઘણી મોટી ફિલ્‍મો ફ્‌લોપ થઈ, તો બીજી તરફ દક્ષિણ ભારતીય સિનેમાએ નવી ઊંચાઈઓને સ્‍પર્શી. દક્ષિણ ભારતીય સેલેબ્‍સની ફેન ફોલોઈંગ હવે હિન્‍દી બેલ્‍ટના દર્શકોમાં પણ ઝડપથી વધી છે અને આ જ કારણ છે કે ભારતના ટોપ ૧૦ લોકપ્રિય કલાકારોની યાદીમાં ૭ નામ દક્ષિણ ભારતીય કલાકારોના છે. બીજી તરફ શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારે બોલીવુડની ઈજ્જત બચાવવાનું કામ કર્યું છે.

ઓરમેક્‍સની આ યાદીમાં ૧૦માંથી ૭ નામ દક્ષિણ ભારતીય કલાકારોના છે, જ્‍યારે માત્ર ત્રણ નામ બોલિવૂડ કલાકારોના છે. બોલિવૂડમાંથી માત્ર શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન સામેલ છે. દક્ષિણ બાજુએ, સેરમ ચરણ, જુનિયર એનટીઆર, યશ અને પ્રભાસ અને બીજા ઘણાના નામ છે.

સંપૂર્ણ યાદી જુઓ....

 ૧. વિજય ૨. શાહરૂખ ખાન ૩. -ભાસ ૪. અજિથ કુમાર ૫. જુનિયર NTR ૬. અલ્લુ અર્જુન ૭. અક્ષય કુમાર ૮. સલમાન ખાન ૯. રામ ચરણ ૧૦. યશ

શું છે ટોપ ૧૦ અભિનેત્રીઓની યાદી...

 ઓરમેક્‍સની આ યાદીમાં ૧૦માંથી ૬ નામ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓના છે, જ્‍યારે ૪ નામ બોલિવૂડ અભિનેત્રીઓના છે. જણાવી દઈએ કે જ્‍યાં સમંથા પહેલા નંબર પર છે તો નેશનલ ક્રશ કહેવાતી રશ્‍મિકા ૭મા નંબર પર છે. જ્‍યારે આલિયા અને દીપિકાએ બોલિવૂડમાંથી ટોપ ૫માં સ્‍થાન મેળવ્‍યું છે.

 સંપૂર્ણ યાદી જુઓ..

.. ૧. સામંથા રૂથ પ્રભુ ૨. આલિયા ભટ્ટ ૩. દીપિકા પાદુકોણ ૪. નયનથારા ૫. કાજલ અગ્રવાલ ૬. ત્રિશા ૭. રશ્‍મિકા મંડન્ના ૮. કિયારા અડવાણી ૯. કેટરિના કૈફ ૧૦. અનુષ્‍કા શેટ

(11:45 am IST)