Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

આતિફ મુન્‍સીફ ખાનની કારને તેના હરીફ જૂથ દ્વારા રોકેટ વડે ઉડાવી દેવાઇ :૧૦ ના મોત

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા

ઇસ્‍લામાબાદ તા.૨૨ : ક્રિકેટ રમી પાછા ફરી રહેલા ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા આતિફ મુન્‍સીફ ખાનની કારને તેના એક હરીફ જૂથ દ્વારા રોકેટ વડે ઉડાવી દેવાઇ  હતી જેમાં ૧૦નાં મોત થયા હતા. પાકિસ્‍તાનમાં રાજકીય ઉથલ-પાથલ વચ્‍ચે હાલત બેકાબૂ બન્‍યા છે. એબેટાબાદના ઓફિસરે જણાવ્‍યું કે હવેલિયન તાલુકાના મેયર આતિફ એક કારમાં જઈ રહ્યા હતા ત્‍યારે ઓચિંતો હુમલો કરીને તેમની કારના ઈંધણને ગોળી મારવામાં આવી હતી જેના લીધે આગ લાગતા કાર બ્‍લાસ્‍ટ થઈ ગઈ હતી. તેમના પિતા મુનશીફ ખાનની પણ ૧૯૯૦માં હત્‍યા થઈ હતી.

(3:12 pm IST)