Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાની જ લાડકીનું ગળું ઘોટી નાંખ્‍યું

આ મામલો કાનપુર મહાનગરના રાવતપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનો છે

કાનપુર,તા. ૨૨:  ઉત્તર પ્રદેશના કાનપુર મહાનગરમાં એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જયાં એક પિતાએ દીકરીના પ્રેમ પ્રકરણથી ગુસ્‍સે થઈને તેનું ગળું દબાવીને હત્‍યા કરી નાખી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. ત્‍યાં જ આરોપીની પુત્રીના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યો છે.

ખરેખરમાં આ મામલો કાનપુર મહાનગરના રાવતપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનો છે. જયાં કેશવપુરમ વિસ્‍તારમાં એક પિતાએ પોતાની જ પુત્રીનું ગળું દબાવીને હત્‍યા કરતાં ચકચાર મચી ગઈ હતી. હત્‍યાનું કારણ યુવતીનું પ્રેમ પ્રકરણ હતું.

મળતી માહિતી મુજબ આરોપી પિતાની પુત્રીને શ્‍યામ નગરના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેનો તે ઘણા સમયથી વિરોધ કરી રહ્યો હતો પરંતુ ઘણી વખત ના પાડવા છતાં પણ યુવતી રાજી ન થઈ. ઘટનાના દિવસે પણ પિતાએ તેને ફોન પર વાત કરતાં પકડી લીધી હતી. આથી ગુસ્‍સે ભરાયેલા પિતાએ તેનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે તેનું મોત થયું હતું. ત્‍યારે આ ઘટનાને પગલે વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચીને લોકોની પૂછપરછ કરી આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પિતાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

એડીસીપી પヘમિ લખન સિંહ યાદવે જણાવ્‍યું કે પોલીસને માહિતી મળી હતી કે પિતાએ તેની પુત્રીનું ગળું દબાવીને હત્‍યા કરી છે. પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે અને બાળકીના મૃતદેહને કબજે લઈ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો છે. ત્‍યાં જ આરોપી પિતાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:29 am IST)