Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભાજપ મહત્વનો રાજકીય પક્ષ : RSS વિશ્વનું સૌથી તાકતવર સંગઠન

ભાજપમાં દેશના કોઇને કોઇ પક્ષના ગુણ : પક્ષની સફળતાઓ ગણી ન શકાય એટલી : ભારત આર્થિક મહાસત્તા બનવા ભણી : 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક વૈચારિક લેખમાં દાવો

નવી દિલ્હી તા. ૨૧ : ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રાજકીય પક્ષ છે. આ દાવો અમેરિકન અખબાર 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક અભિપ્રાય લેખમાં કરવામાં આવ્યો છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ભારતીય જનતા પાર્ટી યુએસ હિતોની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ વિદેશી રાજકીય પાર્ટી છે. વોલ્ટર રસેલ મીડ દ્વારા લખાયેલ આ લેખ જણાવે છે કે કદાચ વિશ્વમાં આ પાર્ટી વિશે સૌથી ઓછું જાણીતું છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૪ અને ૨૦૧૯માં સતત જીત બાદ ભાજપ ૨૦૨૪માં પણ જીતનું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહી છે. આ સાથે ભારત પણ એક મોટી આર્થિક શકિત બની રહ્યું છે, જેના કારણે જાપાનની સાથે આ દેશ પણ ઈન્ડો-પેસિફિકમાં અમેરિકાની નીતિનો મુખ્ય કેન્દ્ર બની ગયો છે. લેખમાં કહેવામાં આવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ભાજપ ભારતમાં મોટાભાગના નિર્ણયો લેશે અને તેની મદદ વિના ચીનની વધતી શકિતને સંતુલિત કરવા માટે અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પગલાં નબળા રહેશે.

લેખક મીડે કહ્યું કે બીજેપી વિશ્વમાં નબળી જાણીતી છે કારણ કે મોટાભાગના બિન-ભારતીય તેના ઉદય સાથે સંકળાયેલા રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસથી અજાણ છે. તેમણે કહ્યું કે ભાજપ, મુસ્લિમ બ્રધરહુડની જેમ, પશ્ચિમી ઉદારવાદના ઘણા વિચારોને નકારી કાઢે છે, જયારે આધુનિકતાના અન્ય મહત્વપૂર્ણ પરિમાણોને અપનાવે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની જેમ ભાજપ પણ એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશને વૈશ્વિક મહાસત્તા બનાવવા માંગે છે. ભાજપ, ઇઝરાયેલની લિકુડ પાર્ટીની જેમ, બજાર તરફી આર્થિક દૃષ્ટિકોણ ધરાવે છે, પરંતુ લોકશાહી અને પરંપરાગત મૂલ્યો સાથે. ભલે તેની કિંમત ભાજપને એવા લોકોની નારાજગી ભોગવવી પડે કે જેઓ તેની નીતિઓને ટેકો આપતા નથી અથવા જેઓ પશ્ચિમ-કેન્દ્રિત સંસ્કૃતિને ટેકો આપે છે અને રાજકીય વર્ગમાંથી આવે છે.

મીડે કહ્યું કે ઉત્તરપૂર્વ ભારતના ખ્રિસ્તી બહુમતીવાળા રાજયોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની જીત તેની મહત્વની જીત છે. ૨૦ કરોડથી વધુ વસ્તી ધરાવતા ઉત્ત્।ર પ્રદેશમાં ભાજપ સરકારને શિયા મુસ્લિમોનું સમર્થન મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યકર્તાઓ ત્યાં જાતિ ભેદભાવ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

અમેરિકન વિશ્લેષકે કહ્યું, ઙ્કભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓ અને તેમના ટીકાકારો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી, મને ખાતરી છે કે યુએસ અને પશ્ચિમે આ શકિતશાળી અને જટિલ ચળવળ સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવવાની જરૃર છે.

'ભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓ અને તેમના ટીકાકારો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી, મને ખાતરી છે કે યુએસ અને પશ્યિમે આ શકિતશાળી અને જટિલ ચળવળ સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવવાની જરૃર છે,' યુએસ વિશ્લેષકે કહ્યું. તેમણે આગળ લખ્યું, 'ધાર્મિક અને બૌદ્ઘિક રીતે ઉત્સાહી લોકોના હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથમાંથી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કદાચ વિશ્વનું સૌથી શકિતશાળી નાગરિક સમાજ સંગઠન બની ગયું છે. તેના ગ્રામીણ અને શહેરી વિકાસ, ધાર્મિક શિક્ષણ અને તેના પુનરૃત્થાન અને નાગરિક સક્રિયતાના કાર્યક્રમો, જેમાં હજારો સ્વયંસેવકો જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે અને રાજકીય ચેતના પેદા કરે છે.તે વિશ્વભરના કરોડો લોકોની ઊર્જાને આકર્ષે છે.

(12:00 am IST)