Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

હિંદુત્વ અંગે ટિપ્પણી કરનાર કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની બેંગલુરુમાં ધરપકડ

બેંગલુરુમાં શેષાદ્રિપુરમ પોલીસ દ્વારા ચેતન કુમારની હિંદુત્વને 'જૂઠાણા પર આધારિત' ગણાવતા કરાયેલ ટ્વિટ બદલ ધરપકડ

નવી દિલ્હી :  કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની ધરપકડ કરવામાં આવી છે. કર્ણાટકના બેંગલુરુમાં શેષાદ્રિપુરમ પોલીસ દ્વારા ચેતન કુમારની હિંદુત્વને 'જૂઠાણા પર આધારિત' ગણાવતા કરાયેલ ટ્વિટ બદલ ધરપકડ કરવામાં આવી છે. ચેતને ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે હિન્દુત્વ જુઠ્ઠાણા પર આધારિત છે. ટ્વીટના આધારે શેષાદ્રિપુરમ પોલીસ સ્ટેશનમાં ચેતન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ બજરંગ દળના શિવકુમારે નોંધાવી હતી.

(12:50 am IST)